Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સત્‍યમ્‌ પાર્કમાં જીલ્લા પંચાયતની કેન્‍ટીનવાળા જીજ્ઞેશભાઇના ઘર પર પથ્‍થરમારોઃ નુકસાન

પડોશી રવિ જોષીએ પાંચેક દિવસ પહેલા મીંદડીનું બચ્‍ચુ ઘરમાં આવવા દીધું હોઇ તે બાબતે થયેલી ચડભડ કારણભુતઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં અને રાજકોટ જીલ્લા પંચાયત કચેરીમાં કેન્‍ટીન ચલાવતાં જીજ્ઞેશભાઇ અનિલભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૯)ના ઘરમાં રાત્રીના સમયે પડોશમાં જ રહેતાં બે ભાઇઓએ પથ્‍થરમારો કરી બારીઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં પોલીસ ફરિયાદ થઇ છે.

જીજ્ઞેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં તેની ફરિયાદને આધારે તેના પડોશી રવિ મહેશભાઇ જોષી અને હાર્દિક મહેશભાઇ જોષી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવયો છે. જીજ્ઞેશભાઇએ જણાવ્‍યું હતું કે રાતે અગિયારેક વાગ્‍યે અમે ઘરના લોકો બહાર જમવા ગયા હતાં. તે વખતે પાછળથી પડોશી હાર્દિકે તેમના ઘર પર પથ્‍થરમારો કરી બારીઓમાં તોડફોડ કરી હતી.

 એ પછી મને ફોન કરીને કહ્યું હતું કે તારા ઘર ઉપર મેં પથ્‍થરમારો કર્યો છે તું આવીને જોઇ લે. આથી અમે પરત આવ્‍યા ત્‍યારે બારીઓના કાચ ફૂટેલા હોઇ હાર્દિકને સમજાવવા જતાં તેણે તેના ભાઇ રવિ સાથે મળી ગાળગાળી કરી ઝઘડો કર્યો હતો.

જીજ્ઞેશભાઇએ વધુમાં કહ્યું હતું કે પાંચેક દિવસ પહેલા અમારા ઘરમાં રવિએ બીલાડીનું બચ્‍ચુ આવવા દીધુ હોઇ તે અંગે મારા પત્‍નિએ તેને આવુ ન કરવા સમજાવતાં બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી આ માથાકુટ કરવામાં આવી હતી. પીએસઆઇ પી. કે. ક્રિヘીયને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:44 pm IST)