Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રવિવારે સપ્‍ત સંગીતિ ૨૦૨૨ વર્ચ્‍યુઅલ મ્‍યુઝિક કોન્‍સર્ટઃ ભાવનગરના કલાકાર ચિંતન ઉપાધ્‍યાયનું શાષાીય કંઠય સંગીત માણવા મળશે

પખવાજ ઉપર વડોદરાના કલાકાર ધવલ મિષાી સંગત કરશેઃ સંગીતપ્રેમીઓ ઘરબેઠા કાર્યક્રમ માણી શકશે

રાજકોટઃ કોરોનાકાળને લીધે ગત વર્ષના જુન ૨૦૨૧ થી ડિસેમ્‍બર ૨૦૨૧ સુધી સતત ૦૯ મહિનાઓ સુધી શાષાીય સંગીતના ગાયન અને વાદનને સમર્પિત દેશના વિભિન્‍ન ભાગોમાંથી આવતા હિન્‍દુસ્‍તાની શાષાીય સંગીતને વરેલા યુવા કલાકારોને વર્ચ્‍યુઅલ મંચ પુરૂ પાડવાનો અને દેશ-વિદેશના કલાપ્રીય શ્રોતાઓને તેમના ઘર આંગણે સંગીતનો રસાસ્‍વાદ માણવાનો મોકો, સપ્‍ત સંગિતી ૨૦૨૧ વર્ચ્‍યુઅલ મ્‍યુઝિક કોન્‍સર્ટ દ્વારા પુરો પાડવામાં આવ્‍યો હતો. આ તમામ કલાકારોને તેમની ઓનલાઇન કલા પ્રસ્‍તુતી માટે દેશ અને  દુનિયાના શાષાીય સંગીત પ્રેમી શ્રોતાઓની વાહવાહી, અપ્રતિમ પ્રેમ અને સરાહના પ્રાપ્‍ત થઈ હતી. આ જ પરંપરાને વર્ષ ૨૦૨૨ માં પણ અવિરત રાખતા, આગામી રવિવારને તા. ૩૦ જાન્‍યુઆરીના રોજ રાત્રે ૯ કલાકે સપ્‍ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્‍સ્‍ટાગ્રામ પેજ અને યુ-ટયુબ જેવા સોશ્‍યલ મિડિયાના માધ્‍યમથી ભાવનગરના કલાકાર ચિંતન ઉપાધ્‍યાય દ્વારા શાષાીય કંઠય સંગીત રજુ કરવામાં આવશે. તેમને પખવાજ ઉપર વડોદરાના કલાકાર ધવલ મિષાી સાથ આપશે.
ચિંતન ઉપાધ્‍યાયનો જન્‍મ સાંસ્‍કળતિક વાતાવરણ ધરાવતા ભાવનગર શહેરમાં થયો છે. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ સંગીતશાષામાં પારંગત અને સંગીત શિક્ષકો તરીકે કાર્યરત તેમના માતા-પિતા પાસેથી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે પં.ઓમકારનાથ ઠાકુરના શિષ્‍ય સ્‍વ શ્રી લક્ષ્મીપ્રસાદ શુકલ પાસેથી અને સ્‍વ પં. રસિકલાલ અંધારીયાના શિષ્‍ય શ્રી અશ્વીનભાઈ અંધારીયા પાસેથી શાષાીય સંગીતની તાલીમ લીધી હતી. ચિંતને બળહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા લેવાયેલી સંગીત અલંકાર પરીક્ષામાં ભાવનગર કેન્‍દ્રમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ અને સંગીતમાં માસ્‍ટર્સ પદવી મેળવવા માટે લલિત કલા કેન્‍દ્ર, પુણે યુનિવર્સિટીમાં જોડાયા અને ભારત સરકારની નેશનલ સ્‍કોલરશીપ પણ હાંસલ કરી. ૨૦૦૪ થી પં. ઉદય ભવાલકર કે જેઓ ડાગર-બાની કુટુંબ સાથે સંકળાયેલા છે, તેમની પાસે ગુરૂ-શિષ્‍ય પરંપરાથી જોડાઈને સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યુ હતું. ૨૦૧૩ની સાલમાં કલકત્તાની ITC સંગીત રીસર્ચ એકેડમીમાં સ્‍કોલર થઈને પં. ઉદય ભવાલકરજીની તાલીમ હેઠળ ૨૦૧૪માં ધળપદ અભ્‍યાસ માટે જુનિયર ફેલોશીપ પ્રાપ્ત કરી હતી.
ચિંતન ઉપાધ્‍યાયે ઓલ ઈન્‍ડિયા રેડીયો આકાશવાણીમાં ધૃપદ ગાયક તરીકે  બી હાઈ ગ્રેડ પ્રાપ્‍ત કર્યો છે. તેમણે ઘણી બધી દસ્‍તાવેજી ફિલ્‍મો માટે ધળપદ ગાયું છે અને યશરાજ ફિલ્‍મ્‍સ પ્રોડકશન દ્વારા  બનેલી પૃથ્‍વીરાજ ચૌહાણ ફિલ્‍મ માટે પણ સંગીત આપ્‍યું છે.  આ ઉપરાંત તેમણે દેશના વિવિધ ભાગો જેવા કે દિલ્‍હી, સુરત, મુંબઈ, પુણે, પંજાબ, બેંગલોર, જુનાગઢ, કલકત્તા અને વડોદરા જેવા શહેરો અને કેનેડા, યુ.એસ.એ., યુ.કે., જર્મની, ટોરેન્‍ટો, લંડન જેવા આંતરરાષ્‍ટ્રીય ફલક ઉપર કોન્‍સર્ટ અને વર્કશોપના આયોજન કર્યા છે. તેમણે વડોદરામાં ઉગતા કલાકારોને ધળપદ સંગીત શીખવવા માટે 'એલમ્‍બીક ધળપદ ફાઉન્‍ડેશન' સાથે મળીને આ પ્રાચીન સંગીત શીખવી રહ્યા છે. ચિંતન જુનિયર ગુરૂ તરીકે બંગાળ પરંપરા સંગીતાલય, ઢાકા, બાંગ્‍લાદેશ ખાતે પં. ઉદય ભવાલકરજીના માર્ગદર્શનમાં શીખવી રહ્યા છે. ચિંતન પાસે કેનેડા, યુ.એસ., યુ.કે., વિએના, જર્મની, આર્જેન્‍ટીના, ઇન્‍ડોનેશીયા, કતાર અને ધાકાથી વિદ્યાર્થીઓ શીખવા આવે છે.
આ કોન્‍સર્ટમાં ચિંતન ઉપાધ્‍યાયના કંઠય સંગીત સાથે વડોદરાના કલાકાર ધવલ મિષાી પખવાજ સંગત કરશે. બિંકર અને સિતારવાદકના પરિવારની છઠ્ઠી પેઢીમાં જન્‍મેલા ધવલ મિષાી પખવાજવાદનમાં શાષાીય, હળવું કંઠય સંગીત, ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ, પાヘાત્‍ય જેવી વિવિધ શૈલીમાં વાદનની જાણકારી ધરાવે છે. તેમણે પખવાજની તાલિમની શરુઆત ગુજરાતના જાણીતા પખવાજ વાદક પં. જગન્નાથ જગતાપ પાસેથી શરૂ કરી હતી. ત્‍યારબાદ પખવાજની તાલીમ બનારસના પં. મન્‍નુ મળદંગાચાર્યના પુત્ર પં. ગોવિંદરામ બનારસી પાસેથી લીધી હતી. હાલમાં તેઓ પં. અમરનાથ મિશ્રાના વરિષ્ઠ શિષ્‍ય પં. માણીક મુંડે પાસે તાલીમ લઈ રહ્યા છે.
ઇસપ્ત સંગીતિના માધ્‍યમથી શરૂ  થયેલ આ મ્‍યુઝિક કોન્‍સર્ટમાં આગામી રવિવારે, તા. ૩૦ના રાત્રે ૯ કલાકે સોશ્‍યલ મિડિયાના માધ્‍યમથી જોડાઈને શ્રોતાઓ ઘરબેઠા શાષાીય સંગીતની મજા માણી શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.


 

(3:55 pm IST)