Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વોર્ડ નં. ૧૪ના વિવિધ વિસ્‍તારો પેવિંગ બ્‍લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી શેરી નં.૫ તથા ૧૨માં RCC કામ, ગુંડાવાડી શાકમાર્કેટ વાળી શેરીમાં પેવિંગ બ્‍લોક તથા લક્ષ્મીવાડી ક્‍વાટર ગાર્ડન પાસે પેવિંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મંત્રી જયોત્‍સનાબેન હળવદીયા તથા કોર્પોરેટર નિલેશભાઈ જલુ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ વર્ષાબેન રાણપરા તથા ભારતીબેન મકવાણાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડ નં.૧૪ના પ્રમુખ હરિભાઈ રતાડીયા, વોર્ડનં,૧૪ મહામંત્રી નરેન્‍દ્રભાઈ કુબાવત તથા વિપુલ માખેલા, તથા બુથના વાલી શૈલેષભાઈ ભટ્ટી, શિવરાજસિંહ જાડેજા, દિલીપભાઈ ગાંગાણી, મહેશભાઈ પરમાર, મુકેશભાઈ ચાવડા, અરવિંદ તલસાણીયા, અતુલભાઈ ધામી, ભગુભાઈ ડાભી, મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ કયાડા, રાજુભાઈ ટાંક, હસુભાઈ ચૌહાણ, રાજુભાઈ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, મહેશભાઈ ચૌહાણ, કિરીટ ચૌહાણ, કૌશલ ધામી, કેયુર મશરૂ, કિશન વાદ્યેલા, આશિષ ટાંક, પ્રતિક માંડલિયા, વીણાબેન અદ્રોજા, વૈશાલીબેન મહેતા, દીપાલીબેન વોરા, જાનવીબેન દાવડા, અરુણાબેન મગવાણીયા, હસુમતીબેન પારેખ, દીવ્‍યાબેન રાયચુરા, માણસુરભાઈ વાળા, તથા હિરેન વાદ્યેલા, વિરેનભાઈ પારેખ, આનંદભાઈ ડાભી, પરેશભાઈ આંદેસર, વિરલ ડાભી, અમિત ડાભી, ધનાભાઇ ડાભી, ધર્મેશભાઈ ડાભી, હેમતભાઈ પીઠડીયા, વિજયભાઈ પીઠડીયા વિગેરે લતાવાસીયો ઉપસ્‍થિત રહેલ.  

 

(3:48 pm IST)