Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ટુ-વ્‍હીલર પર જીએસટી ૧૮ ટકા સુધી ઘટાડો

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા બજેટ અંગે સુચનો : નોકરીયાત વર્ગને મળતા સ્‍ટાન્‍ડર્ડ ડીડકશનની મર્યાદા વધારો, બચત ખાતાના વ્‍યાજની મર્યાદા ૨૦ હજાર કરો

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર- કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા આગામી બજેટ સંદર્ભે પ્રમુખ નલીન ઝવેરીની અધ્‍યક્ષતામાં ફાઈનાન્‍સ કમિટીની એક ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજવામાં આવેલ. આ કમિટીમાં સંસ્‍થાના મહામત્રી સંજય લાઠીયા, ભરતભાઈ મીઠાણી (સીએ), ફેનિલ મહેતા (સીએ), બેલા મહેતા (સીએ) તથા રાજેશભાઈ કુકડીયા (ટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટ)  એ સંયુક્‍ત રીતે સરકારશ્રીને બજેટ અંગેના સૂચનો મોકલવા મુદ્દાઓ તૈયાર કરવામાં આવેલ. જે આ મુજબ છે.
(૧) માંગ વધારવા માટે, ટુ-વ્‍હીલર પર GST દર ૧૮ ટકા સુધી ઘટાડવો. (૨) બેંક કરમુક્‍ત FD કાર્યકાળ ત્રણ વર્ષનો કરવામાં આવે.(૩) હોસ્‍પિટાલિટી સેક્‍ટરને ટેક્‍સમાં રાહત આપવામાં આવે, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસ માટે નીતિગત સુધારાઓ કરવા જોઈએ. (૪) કોરોના મહામારીના કારણે અર્થવ્‍યવસ્‍થાને થયેલા નુકસાનને ધ્‍યાનમાં રાખીને આવકવેરા નાબૂદ કરવામાં આવે, જ્‍યાં સુધી અર્થતંત્ર તેના સંપૂર્ણ પુનરુત્‍થાન ન થાય અને તે પછી પણ તેને આવકવેરાની કુલ આવક તરીકે ચાલુ રાખવામાં આવે. કુલ બજેટનો નોંધપાત્ર ભાગ નથી બનાવતો અને તેને વૈકલ્‍પિકસ્ત્રોતમાંથી આવક પેદા કરીને સરભર કરી શકાય છે. (૫) જાહેર જનતા માટે બેંક FDના ફિક્‍સ્‍ડ ડિપોઝિટ વ્‍યાજ દરમાં ૨ થી ૩ ટકા વધારો કરવામાં આવે. આનાથી બચત થશે અને અર્થતંત્રને વેગ મળશે.
(૬) ઉદ્યોગ અને વેપારની નફાકારકતા અને વિકાસ વધારવા માટે પ્રાઇમ લેન્‍ડિંગ રેટમાં ઘટાડો કરવામાં આવે.
(૭) હાઉસિંગ અને રિયલ એસ્‍ટેટ સેક્‍ટરને સર્વગ્રાહી આધાર પૂરો પાડવાની જરૂર છે. ૩-૪ વર્ષના સમયગાળા માટે હાઉસિંગ લોન પર ૩-૪ ટકા વ્‍યાજ સબસિડી આપવામાં આવે.
(૮) MSMEs માટે ફાઇનાન્‍સની સરળતા માટે, સરકારે CGTMSE હેઠળ કોલેટરલ ફ્રી લોનને હાલના રૂ.થી વધારવાનું વિચારવું જોઈએ. ૨ કરોડથી રૂ. ૪ થી ૫ કરોડ.
(૯) GST કાયદા હેઠળ ટેક્‍સ ક્રેડિટની પ્રક્રિયાને તેની રજૂઆત સમયે વચન મુજબ સરળ બનાવવી. હાલમાં તે ચાલુ પ્રક્રિયા તરીકે સૂચનાઓના પ્રકાશનને કારણે તે દિવસેને દિવસે જટિલ બની રહ્યું છે.
(૧૦) નાના અને મધ્‍યમ કદનાં ઉત્‍પાદનકારો તથા ઉદ્યોગીઓને નવી ટેકનોલોજી ખરીદ કરવા માટે ત્‍વરિત સબસીડી મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા.
(૧૧) નોકરિયાત વર્ગને મળતા સ્‍ટાનડર્ડ ડીડકશન ની મર્યાદા માં વધારો કરવા
(૧૨) ઇન્‍કમટેક્‍સ નાં નવા સ્‍લેબ ના માળખામાં પણ બચત અને રોકાણને પ્રોત્‍સાહન મળી રહે તેવી જોગવાઈ કરવા.
(૧૩) જીવન જરૂરીયાત ની વસ્‍તુ ઓ અને ખાસ કરીને કપડા ઉપર ટેક્‍સ ઓછામાં ઓછો હોવો જોઈએ. સહિતના મુદાઓ આવરી લેવામાં આવ્‍યા હતા.
ઉપરોક્‍ત સૂચનો ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં તથા બાંધકામ ક્ષેત્રમાં નવા ઉદ્યોગો તથા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટમાં લેવી પડતી મંજૂરીઓની પ્રક્રિયાઓની જે જટિલ સમસ્‍યાઓ છે તે સરળ બનાવવી અને શકય હોય તો (સિંગલ વિન્‍ડો સીસ્‍ટમ્‍સ) એક જ એપ્‍લીકેશનથી તમામ મંજૂરીઓ મળી જાય તો વેપાર ઉદ્યોગ તથા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને વેગ મળે જે, આજના સમયની જો આપને વિશ્વ સાથે હરીફાઈ કરવી હોય તો તત્‍કાલ જરૂર હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 

(3:45 pm IST)