Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મહિલા કોલેજ અન્ડરબ્રિજની દીવાલો નવા રૂપરંગ ધારણ કરશે

આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પરનાં પેઇન્ટીંગ કરી આકર્ષણનું કેન્દ્ર બનાવાશે : પ્રદિપ ડવ

રાજકોટ,તા. ૨૮ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ મહિલા કોલેજ અન્ડરબ્રિજની દીવાલો પર  જુદી જુદી થીમ પર પેઈન્ટીંગ કરી ફરી નવા રૂપરંગની ધારણ કરવામાં આવનાર હોવાનું મેયર પ્રદિપ ડવે જણાવ્યુ હતું.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ જણાવે છે કે, તાજેતરમાં ગત તા. ૨૪ના રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ અને 'જનરલ સી.ડી.એસ. બિપીન રાવત અન્ડરબ્રિજ' નામકરણ કરવામાં આવેલ છે. આ બ્રિજમાં જુદી જુદી થીમ પર સુંદર પેઈન્ટીંગ કરવામાં આવેલ છે. જે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

વધુમાં શ્રી ડવે જણાવ્યુ હતું કે, આ ઉપરાંત સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૩-૨૦૦૪માં નિર્માણ પામેલ મહિલા કોલેજ અન્ડરબ્રિજને પણ દ્યણા વર્ષ થઈ ગયેલ હોય આ અન્ડરબ્રિજમાં વાહન વ્યવહારની ખૂબ જ અવર-જવર રહે છે. આ બ્રિજની સુંદરતામાં વધારો થાય તેવા આશયથી જુદી જુદી થીમ પર પેઈન્ટીંગ અને જરૂરી રંગ રોગાન કરાશે.

(3:22 pm IST)