Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તબીબના ઘરમાં થયેલી ચોરીમાં વધુ નીતીન પાસેથી ૩.૬પ લાખની મત્તા કબજે કરતી પોલીસ

પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડા તથા ટીમની કામગીરી

રાજકોટઃ જાગનાથ પ્લોટ શેરી નં. ૧ માં રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા તબીબના ઘરમાં થયેલી રૂ. ર૩,૪૧,૪૪૯ લાખની મત્તાના ઘરેણા અને રોકડની ચોરીમાં પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ. એલ. ચાવડાની રાહબરી હેઠળ અગાઉ મૂળ સાંબલપુર રોડ જુનાગઢ હાલ કોઠારીયા સોલવન્ટ સીતારામ સોસાયટીમાં રહેતો રીઢો ચોર ડાડા ઉર્ફે ઇકબાલ મામદભાઇ ઉર્ફે મહંમદભાઇ ઠેબાને પકડી લીધા બાદ પોલીસે વધુ એક શખ્સ નિતિન ઉર્ફે હિરેન નાથાભાઇ સોલંકી (ઉ.વ. રપ) (રહે. બરવાળા ગામ તા. વંથલી) ને પકડી લઇ તેની પાસેથી રૂ. ૧૯,૧૯,ર૪૯ ની મતાના દાગી અને રોકડ કબ્જે કર્યા હતા. બાદ પોલીસે તેના રીમાન્ડ દરમ્યાન વધુ ૩,૬પ,૦૦૦ની મત્તાના દાગીના કબજે કર્યા હતા. આ કામગીરી પી.આઇ. પીએસઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. ડી. પટેલ, એ એસ.આઇ. સંજયભાઇ, જનકભાઇ, ધર્મેશભાઇ, મહાવિરસિંહ, અશોકભાઇ અને અનોપસિંહ દ્વારા કરી હતી.

(3:20 pm IST)