Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

દિલ દિયા હૈ, જાન ભી દેગે એ વતન તેરે લીયેઃ ‘‘અમન'' ગ્રુપ દ્વારા ધ્‍વજવંદન

મર્હુમ ગનીબાપુએ શાંતિ અને એખલાસનો ચીલો પાડેલો તે તેમના પુત્રોએ પણ જાળવી રાખ્‍યોઃ દલિત- મુસ્‍લીમ સમાજના બિરાદરોની હાજરીમાં દલિત અગ્રણી શામજીભાઈ ચાવડા (એડવોકેટ), મૌલાના અનશ સાહેબના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટઃ ૨૬મી જાન્‍યુઆરીના રોજ રાજકોટમાં પહેલીવાર રાષ્‍ટ્રીય ગૌરવ યાત્રા ૨૦૦ ફૂટના રાષ્‍ટ્રીય ધ્‍વજ સાથે ફૂલછાબ ચોક પહોંચતા અમન સોશ્‍યલ ગ્રુપ દ્વારા  રાજકોટ શહેરના મુસ્‍લીમ સમાજે આયોજકના મીઠા મોઢા કરાવીને યાત્રાને આવકારેલ હતી.
શહેરના મુસ્‍લીમ સમાજે રાષ્‍ટ્રના ખુશીના તહેવાર ફુલછાબ ચોકમાં ગણતંત્ર દિનની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. રાજકોટ શહેરનાં દલિત- મુસ્‍લીમ અગ્રણી કોમી એકતાના પ્રતિક પુર્વ કોર્પોરેટર મર્હુમ ગનીબાપુ   કટારીયાએ બીડુ ઝડપ્‍યું છે.
એ પરંપરાને ચાલુ રાખતા ૨૬મી જાન્‍યુઆરીએ ગણતંત્ર દિનની ઉજવણી દલિત અગ્રણી શામજીભાઈ ચાવડા (એડવોકેટ), મૌલાના અનશ સાહેબના મુબારક હસ્‍તે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવામાં આવેલ હતો. શહેરના વિવિધ વિસ્‍તારના મુસ્‍લીમ બિરાદરોએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપીને રાષ્‍ટ્ર ધ્‍વજને સલામી આપી હતી.
આ કાર્યક્રમમાં મૌલાના અનશ સાહેબ, આસીફભાઈ ખોખર, દલિત અગ્રણી શામજીભાઈ ચાવડા, ભીખાભાઈ તેમજ ધનજીભાઈ પરમાર, પ્રવિણભાઈ ચાવડા, બહુજન સમાજના પ્રમુખ દિનેશભાઈ પડાયા, દલિત અગ્રણી, અશોકભાઈ પુરબીયા, હબીબભાઈ ગનીબાપુ કટારીયા, શોએબભાઈ સોદાગર, હાજી ફારૂકભાઈ ગવલી, સુલેમાનભાઈ સંધાર, રહીમભાઈ સોરા, યુસુફભાઈ કાલાવડીયા, શઈદભાઈ સોદાગર, નરેશભાઈ મકવાણા, હુસેનભાઈ દલ, જલાલાભાઈ, સલીમભાઈ કારીયાણી, યુનુસભાઈ જુણેજા (જય હિન્‍દ), બાબભાઈ દલ, મૌલાના સફીભાઈ મેમણ, ગવલીવાડના મોઅઝીન અ. અઝીઝભાઈ, ઈરફાન સદોશભાઈ, મુસાભાઈ જીંદા, લાલાભાઈ બારોટ, શબ્‍બીરભાઈ કુવાડીયા, સતારભાઈ (એસ.કે.), ઈસ્‍માઈલભાઈ બેલીમ, સાજીદ શોયેબભાઈ, યુનુસભાઈ કટારીયા, હસનભાઈ દલવાણી, હાજી અબ્‍દુલ ગનીભાઈ શેખ, ઈકબાલભાઈ મકરાણી, વાહીદભાઈ રાઉમાં,  જાબીરભાઈ ગવલી, જમાલભાઈ હાસમબાપુ કટારીયા, ચીનુમામુ, શાન્‍તુભાઈ ખુમાણ, રાજપુ ત સમાજના મોહનભાઈ સોઢા, ભરવાડ સમાજના ભીખાભાઈ, મેરા ભારત મહાન વાળા મહેમુદભાઈ ચા વાળા બહેનોમાં ઈલાબેન બ્રહમખતરી, અસ્‍માબાનું મહંમદ યાકુબ મેમણ, ડીમ્‍પલબેન ચાવડા, રશીદાબેન અઝીઝભાઈ, એમીબેન કટારીયા, ફાતમાબેન શાહમદાર, અમુબેન દલવાણી, નસીમબેન કટારીયા, અમીનાબેન દલવાણી, મુમતાઝબેન ચોહાણ વગેરે આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં હિન્‍દુ- મુસ્‍લીમ ભાઈ- બહેનો ઉપસ્‍થિત રહયા હતા. તેમ યુસુફભાઈ કટારીયા મો.૭૭૭૭૯ ૯૩૦૭૧ અને હાજી સોયબભાઈ સોદાગરની સંયુકત યાદી જણાવે છે.
 

 

(3:06 pm IST)