Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પડધરીના ખૂની હુમલાના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ધરમપુર ગામમાં રહેતા અરજદાર/આરોપી વિજયભાઈ લાધાભાઈ દુધાગરા જાતે પટેલવાળાના ખૂની હુમલાના કેસમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામની ટૂંકી હકીકત એેવી છે કે આ કામના ફરીયાદી રજાકભાઈ સુલેમાનભાઈ મલેખ જાતેઃ મુસ્લિમ તા. ૬-૧૨-૨૦૨૧ના રોજ આ કામના ઉપરોકત અરજદાર/આરોપી સાથે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકુટ થયેલ હતી. આ કામના ઉપરોકત આરોપી આ કામના ફરીયાદી પાસે આવીને કહેલ હતુ કે 'તમે મારા ગામના પેસેન્જર કેમ બેસાડો છો' તેમ કહી આ કામના ફરીયાદી/ઈજા પામનારને જેમ તેમ ભુંડી ગાળો બોલવા લાગેલ અને ત્યાર બાદ આ કામના ફરીયાદી/ઈજા પામનાર પોતાની બાજુમાંથી પાવડાનો હાથો લઈ આવેલ અને આ કામના આરોપી/અરજદારને તે પાવડાનો હાથો શરીરના પાછળના ભાગે મારેલ અને ઈજા પહોંચાડેલ અને ત્યારબાદ આ કામના આરોપી વિજયભાઈએ તે હાથો આ કામના ફરીયાદી પાસેથી આંચકી લીધેલ અને તેને માથાના પાછળના ભાગે ગંભીર રીતે ધોકો મારેલ અને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલ અને ત્યારબાદ આ કામના ફરીયાદી ઈજા પામનાર બેભાન થઈ ગયેલ અને તેમને સારવાર માટે પડધરી ગામે તથા વધુ સારવાર માટે ક્રાઈસ્ટ હોસ્પીટલ, રાજકોટ ખાતે પહોંચાડેલ ત્યારબાદ આ કામના ફરીયાદી/ઈજા પામનાર દ્વારા તા. ૭-૧૨-૨૦૨૧ના રોજ કરી ઉપરોકત આરોપી સામે પડધરી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. આઈ.પી.સી. કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આ કામના આરોપી દ્વારા તેમના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી. એ અરજીમાં આરોપીઓના વકીલની ધારદાર દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને ગ્રાહ્ય રાખીને તથા સરકારી વકીલશ્રીઓની દલીલોને ધ્યાને લઈને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ઉપરોકત આરોપી એટલે કે વિજયભાઈ લાધાભાઈ દુધાગરાને રૂ. ૧૫૦૦૦ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટ ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)