Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અયોધ્યા ચોકમાંથી ગાંધીગ્રામ પોલીસે વિજયને પાંચ બોટલ દારૂ સાથે પકડ્યો

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામમાં પુરૂષાર્થ સ્કૂલની સામે બંધ શેરીમાં રહેતાં વિજય સલુભાઇ પરમાર (ઉ.૨૧)ને રૂ. ૨૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક પાસેથી પકડી લેવાયો હતો.

ગાંધીગ્રામ ડી. સ્ટાફના ગોપાલભાઇ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા અને વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી સીપી, જેસીપી, ડીસીપી, એસીપીની સુચના મુજબ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. ભરતભાઇ ચોૈહાણ, ગોપાલભાઇ બોળીયા અને દિનેશભાઇ વહાણીયાએ આ કામગીરી કરી હતી. પકડાયેલા વિજયની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(3:31 pm IST)