Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજકોટના સામુહિક નેપાળી પરિવારના આપઘાત કેસમાં હાઇકોર્ટમાં રીટ : નિષ્પક્ષ તપાસ કરવા માંગણી

મિલ્કત ખાલી કરાવવાના ત્રાસથી પાંચ વ્યકિતએ મ્યુનિ. કોર્પોરેશનમાં આત્મવિલોપન કરેલ

અમદાવાદ તા. ૨૮ : રાજકોટમાં મિલકત ખાલી કરાવવાના ત્રાસથી કંટાળી વર્ષ ૨૦૧૩માં નેપાળી પરિવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે હજુ સુધી યોગ્ય અને નિષ્પક્ષ તપાસ ન થઇ હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. અરજદારની માંગણી છે કે કેસની તપાસ સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવી જોઇએ.  અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે છોટુનગરમાં મકાન ખાલી કરાવવા મુદ્દે મૂળ નેપાળના પરિવારને અમુક લોકો દ્વારા વારંવાર ધાકધમકીઓ મળતા આ પરિવારે ૩-૪-૨૦૧૩ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી જઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરી હતી. ઉપરાંત એક મૃતકે તેના ડાઇંગ ડિકલેરેશનમાં પણ સમગ્ર હકીકત વર્ણવી હતી. અરજદારનો આક્ષેપ છે કે એ-ડિવીઝન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાઇ હોવા છતાં પોલીસ આરોપીઓને છાવરી રહી છે અને યોગ્ય તપાસ કરી રહી નથી. તેથી કોર્ટે આદેશો આપી અન્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સીને તપાસ સોંપવી જોઇએ.

(12:42 pm IST)