Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

શીંગના સ્‍વાદ શોખીનોમાં હીરા માફક ચમકતી ‘ડાયમંડ શીંગ'

શીંગ,દાળિયા,રેવડીની ૩પથી વધુ વેરાઇટીને લોકોમાંથી મળે છે અદભૂત પ્રતિસાદઃ ૪૦ વર્ષની શીંગ-દાળીયાના સ્‍વાદ શોખીનોના હ્રદયમાં એકચક્રી રાજ કરતી ડાયમંડ શીંગની વધુ શાખાઓ ખુલશે,નમકીન અને ચોકલેટ ક્ષેત્રે પણ ડંકો વગાડશેઃ ઝડપી અને ફ્રેશ માલની ડિલિવરી માટે ડિલેવરી વાનની બ્રિગેડનો પ્રારંભઃ એમ.ડી. રાજુભાઇ માલવીયા, નિલેશભાઇ પટેલ અને રફીકભાઇ હેમનાનીની જાહેરાત

 રાજકોટઃ  છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટ, સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને દેશના ૧૯ થી વધુ રાજ્‍યોમાં ૩૬૦૦ જેટલા શહેરની સ્‍વાદપ્રેમી જનતાના દીલમાં એકચક્રી રાજ કરતી ડાયમંડ શીગે હવે વિકાસની નવી હરણફાળ ભરવા વિસ્‍તળતિકરણનો માર્ગ અપનાવ્‍યો છે. અને આ કામગીરી માટે અન્‍ય રાજ્‍યો અને શહેરોમાં ડીલર ચેનલ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ડાયમંડ શીંગની પ્રોડકશન ક્ષમતા રોજની રપ ટનની છે તે વધારી ૧૦૦ ટન કરવાનો લક્ષ્યાંક છે. જેના ભાગ રૂપે સ્‍વાદ પ્રેમીઓને તેમના નજીકના વિસ્‍તારમાંથી જ ડામયંડ શીંગ અને તેની અન્‍ય પ્રોડકટ ઝડપી, સુલભ અને ફ્રેશ મળી રહે એ દિશામાં કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્‍યો છે.
 ડાયમંડ શીંગના મેનેજીંગ ડાયરેકટર રાજુભાઇ માલવિયા, ડાયરેકટર નિલેષભાઇ પટેલ,અને રફિકભાઇ હેમનાનીએ જણાવ્‍યુ હતું કે ડાયમંડ શીંગની છેલ્લા ૪૦ વર્ષની લોકપ્રિયતા પાછળ ગ્રાહકોને બેસ્‍ટ કવોલિટીની શીંગ, દાળીયા,રેવડી વગેરે એકદમ તાજેતાજા મળી રહે એ છે. ડાયમંડ શીંગની વિવિધ પ્રોડકટની માંગમાં થઇ રહેલા સતત વધારાને ધ્‍યાને રાખી કંપનીએ વિસ્‍તળતિકરણના ભાગરૂપે ઉત્‍પાદન વધાર્યુ છે. જુદાજુદા વિસ્‍તારોમાં ગ્રાહકોને ડાયમંડ શીંગની અધિકળત પ્રોડકટ મળી રહે તે માટે હાલ રાજકોટમાં મવડીપ્‍લોટ, એસ્‍ટ્રોન ચોક, ગોંડલ રોડ, ગીતામંદીર, કોઠારિયા રોડ, આજી જીઆઇડીસી, જિલ્લાગાર્ડન, પારેવડી ચોક, પેડક રોડ, કુવાડવા રોડ ખાતે આઉટલેટ કાર્યરત છે. નજીકના ભવિષ્‍યમાં વધુ આઉટલેટ ખોલવાનું આયોજન છે.
 કંપનીના હોમટાઉન રાજકોટમાં ર૬ જાન્‍યુઆરી ગણતંત્ર દિવસે ડાયમંડ શીંગના ડિલિવરી નેટવર્કને વધુ ઝડપી બનાવવા સાત ડિલેવરી વાનને બ્રિગેડમાં ઉમેરી છે. અને આવનારા નજીકના દિવસોમાં ૨૦ ડીલીવરી વેન તૈયાર થઇ રહી છે.
 ડાયમંડ શીંગની લોકપ્રિય રેન્‍જમાં જોઇએ તો રોસ્‍ટેડ પીનટસ, સો્‌લ્‍ટેડ પીનટસ, મસાલા પીનટસ, રેવડી, દાળિયા, ચીકી, અને નવી ફ્‌લેવરમાં બ્‍લેકપેપર પીનટસ, ચીલી ગાર્લીક પીનટસ, હીંગજીરા પીનટસ, ટેંગીમીન્‍ટ પીનટસ, તથા જમ્‍બો શીંગ જે ડાયમંડ શીંગની એક ખાસ સ્‍પેશિયાલીટીનો સમાવેશ થાય છે.
જયારે દાળીયામાં વિવધ વેરાયટી જેવી કે અન્નાગીરી, ચટપટ્ટા મસાલા, હલ્‍દીચના, મૌસમી ચના તેમજ નવી ફ્‌લેવરમાં બ્‍લેક પેપર ચના, હિંગ જીરા ચના, નીમ્‍બુ ફુદીના ચના અને દાના ચના, અને રેવડીમાં શાહી ગુલાબ રેવડી તથા ચીકીની વિવિધ વેરાઇટી અને આવનારા દિવસોમાં નમકીનની અને ચોકલેટની વિવિધ વેરાયટીનો પણ સમાવેશ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.    

 

(11:16 am IST)