Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જનસત્તા ચોકથી લીમડા ચોક સુધીના ૮ સ્થળોએથી છાપરા - ઓટલાના દબાણો હટાવાયા : ૨૯૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

રસ્તા પર પાર્કિંગ - માર્જીનમાં થયેલા દબાણો દૂર કરતું મ.ન.પા. તંત્ર

રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્વયે આજે જનસત્તા ચોકથી લીમડા ચોક, જયુબેલી ફૂટપાથ પરના ૮ સ્થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૨૯૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવ્યુ હતુ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં  'વન વીક, વન રોડ  અન્વયે આજે વોર્ડ નં. ૭ તથા ૨ નાં કોમ્પલેક્ષો, દુકાનો વગેરે સ્થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં કામધેનુ કોમ્પ્લેક્ષ, આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, અશ્વમેઘ ટ્રાવેલ્સ એજન્સી, વિશાલ ટ્રાવેલ્સ, વિશાલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સ્કાય ટ્રાવેલ્સ, હોટેલ હાર્મની, મોન્જીનિયસ કેક શોપ સહિતના સ્થળોએેથી પાર્કિંગમાં દબાણો દુર કરી ૨૯૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(3:14 pm IST)