Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટના ગોંડલ રોડ પર વાહનને ઓવર ટેક કરવા જેવી બાબતે મિતાણાના યુવાન પર 3 શખ્સોનો છરીથી હુમલો

રાજકોટ: લોધાવાડ ચોક પાસે છરીથી હુમલાનો બનાવ બન્યો હતો. જાણવા મળ્યા મુજબ સાગર મગનભાઈ ગરચર (ઉ.26 રહે. મિતાણા) બાઇક હંકારી લોધાવાડ ચોકથી ગોંડલ રોડ તરફ જતા રસ્તામાં એક્સેસ પર ત્રણ સવારીમાં આવેલા શખ્સોએ ઓવરટેક કરવા બાબતે ઝગડો કરી એક જણાએ છાતીમાં છરીનો ઘા મારી દેતા સાગરને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપીમાં પાર્થ, સમીર ઉર્ફ ભાણો અને એક અજાણ્યો શખ્સ હોવાનું ખુલતા શોધખોળ થઈ રહી છે. એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ આર.આર. સોલંકીએ પીઆઇ સી.જે. જોશીની રાહબરીમાં ગુનો નોંધી તપાસ આદરી છે. તસ્વીરમાં ઘટના સ્થળે ઘાયલ યુવાન જોઈ શકાય છે.

(9:11 pm IST)