Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજારામ સોસાયટીમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડયા

રાજકોટ: શહેરમાં દારૂ જુગારની અસામાજીક પ્રવૃતીઓ સદંતર નાબુદ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી સહિતના અધિકારીઓની સૂચના મુજબ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ. વી. રબારીનો સ્ટાફ ટીમનો પેટ્રોલીંગમાં હતો ત્યારે પો. કોન્સ, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી રાજારામ સોસાયટી શેરી નંબર ૧૦, ચંદન કેમીકલ્સની સામેથી વરલી ફીચરના આંકડા પર જુગાર રમી રમાડતા 3 શખ્સો (૧) અશ્વિન હર્નીશચંદ્ર બોસમીયા ઉ. ૪૫ રહે. રાજારામ સોસાયટી શેરી ૧૦ ચંદન કેમીકલ્સની સામે મૂળ કાલાવાડ ખત્રીવાડ જી જામનગર (૨) વિમલભાઇ જગદીશભાઇ છાટબાર  ઉ. ૨૬ રહે. સંતકબીર રોડ મયુરનગર, ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ-બી ત્રીજો માળ રૂમ નંબર ૩૦૪ રાજકોટ (3) વિજય શામજીભાઇ સોલંકી જાતે વાગડીયા ઉ. ૨૮ રહે. પાંજરાપોળ સંધવી શેરી-૬ને પકડી આંકડા લખેલ ચીઠ્ઠી તથા બોલપેન તથા રોકડા રૂ. ૮૦૪૦ કબજે કર્યા છે.         પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી  એએસઆઇ જયુભા એમ. પરમાર, પો.હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, પો.કોન્સ. એભલભાઇ બરાલીયા, પો.કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોકતભાઇ ખોરમે આ દરોડો પાડ્યો હતો.

(8:43 pm IST)