Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

નવા થોરાળા મેઇન રોડ સત્યવીજય પાનવાળા મકાનની છત પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: તીનપતીનો જુગાર રમતા 8 પકડાયા: અડધા લાખની રોકડ કબજે

રાજકોટ:  ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે.જાડેજા,હેડ.કોન્સ. મહીપાલસિંહ ઝાલા તથા પો કોન્સ. ચેતનસિંહ આર.ગોહિલની બાતમીને આધારે નવા થોરાળા મેઇન રોડ, સત્યવીજય પાનવાળા મકાનની છત ઉપર દરોડો પાડી 8 શખસોને જુગાર રમતા પકડી લઈ રૂ.50400 કબજે કર્યા છે.

આરોપીના નામ સરનામા આ મુજબ છે- (૧) ભુપતભાઇ લાભુભાઇ રાઠોડ ઉવ.૩૬ રહે. નવા થોરાળા મેઇન રોડ બાવાજીની સમાધી પાસે શેરી નં-૪, (૨) હરેશભાઇ પુનાભાઇ ખેંગારીયા ઉવ.૪૪ રહે, નવા થોરાળા શેરી નં-૭, ખોડિયારમાંના મંદિર પાસે, રાજકોટ (૩) પીન્ટ્રભાઈ બટુકભાઇ સકોરીયા ઉવ.૩૨ રહે. રામેશ્વર પાર્ક શેરી નં-૧, આજીડેમ ચોકડી પાસે રાજકોટ (૪) બૈજુભાઇ બાબુભાઇ ચુડાસમા ઉવ.૩૮ રહે. નવા થોરાળા શેરી નં-૯, કુબલીયાપરા રાજકોટ (૫) નરેશભાઇ રવજીભાઇ ખીમસુરીયા ઉવ.૩૬ રહે. નવા થોરાળા શેરી નં-૧, રાજકોટ, (૬) સચીનભાઇ બાબુભાઇ સોલંકી ઉવ.૨૮ રહે. ક્રિષ્ના પાર્ક મોરબી રોડ જકાતનાકા પાસે ધોળકીયા હાઇસ્કુલની પાછળ, રાજકોટ (૭) અનીલભાઇ પંકેશભાઇ વાહનીકયા ઉવ.૨૮ રહે. કુબલીયાપરા શેરી નં-૩, રાજકોટ અને (૮) વીપુલભાઇ કીશનભાઇ સોલંકી ઉવ.૨૯ રહે. ખોડિયારપરા શેરી ને-૨૮, આજીવસાહત રાજકોટ

આરોપી નં-૧ ના મકાનની છત ઉપર ગંજીપાનાનો જુગાર રમાતો હતો. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણકુમાર મિણા તથા નાયબ પોલીસ કમિશ્રર ઝોન-૨  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ  ડી.વી.બસીયા દ્વારા મીલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ પ્રોહીબીશન તથા જુગારના કેસ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને પીઆઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. પી.એમ. ધાખડા, એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે.જાડેજા, પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ ડી.ઝાલા, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ એ.જાડેજા, પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ ડી.જાડેજા, કોન્સ.ચેતનસિંહ ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

(8:20 pm IST)