Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઓખા-અર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપમાં વધારોઃ ૨૯મીથી બુકીંગ

રાજકોટ, તા. ૨૮ :. મુસાફરોની સુવિધા માટે અને વધારાના ટ્રાફીકને પહોંચી વળવા રેલ્વે દ્વારા ઓખા-અર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટના સીનીયર ડીસીએમ અભિનવ જૈફે જણાવ્યુ હતુ કે ટ્રેન નં. ૦૬૩૩૭ ઓખા-અર્નાકુલમ જંકશન સ્પેશ્યલ દરેક સોમવાર અને શનિવારે ઓખાથી સવારે ૬.૪૫ વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે ૧૧.૫૫ (૨૩.૫૫) વાગ્યે અર્નાકુલમ જંકશન પહોંચશે. આ ટ્રેન ૬ ફેબ્રુઆરીથી ૩ એપ્રિલ ૨૦૨૧ સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૬૩૩૮ અર્નાકુલમ જંકશન-ઓખા સ્પેશ્યલ અર્નાકુલમથી દરેક બુધવાર અને શુક્રવારે રાત્રે ૮.૨૫ (૨૦.૨૫) વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે ૪.૪૦ (૧૬.૪૦) વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન ૩ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી દોડશે. ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, બોઈસર, વસઈ રોડ, ભિવંડી, પનવેલ, માનગાંવ, રત્નાગીરી, કંકાવલી, યીવીમ, મડગાવ, કરવાર, હેંવર, ભટકલ, બંડુર, કુંડાપુરા, ઉડ્ડપી, સુરતકલ, મેંગ્લોર જંકશન, કાસરગોડ, કાન્હાગદ, પયન્નુર, કન્નુર, ટેલીચેરી, વડકારા, કવીલાન્ડી, કોઝીકોડ, પરપનંગડી, તીરૂર, કુટ્ટીપુરમ, પટ્ટાંબી, શોરાનુર, થીસુર અને અલુવા સ્ટેશન પર બન્ને દિશાઓમાં રોકાશે. ૦૬૩૩૭ નંબરનો કન્નપુરમ અને ફેરોક સ્ટેશન ઉપર વધારાનુ સ્ટોપ રહેશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી થ્રી-ટાયર, સ્લીપર કલાસ અને કલાસ-૨ શ્રેણીના સીટીંગ કોચ જોડાશે.

ઓખા-રામેશ્વરમ

ટ્રેન નં. ૬૭૩૪ ઓખા-રામેશ્વરમ સ્પેશ્યલ દરેક મંગળવારે ઓખાથી સવારે ૮.૪૦ વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે સાંજે ૭.૧૫ (૧૯.૧૫) વાગ્યે રામેશ્વરમ પહોંચશે. આ ટ્રેન ૯ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ ૨૦૨૧ સુધી દોડશે. આ ટ્રેનની માફક ટ્રેન નં. ૦૬૭૩૩ રામેશ્વરમ-ઓખા સ્પેશ્યલ રામેશ્વરમથી દરેક શુક્રવારે રાત્રે ૧૦.૧૦ (૨૨.૧૦) વાગ્યે ઉપડશે અને ચોથા દિવસે સવારે ૧૦.૨૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન ૫ ફેબ્રુઆરીથી ૨૬ માર્ચ ૨૦૨૧ સુધી દોડશે. ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, વાંકાનેર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુબાર, જલગાંવ, મનમાડ, નાગરસોલ, ઔરંગાબાદ, જાલના, પરભણી, પૂના, નાંદેડ, મુદખેદ, નિઝામાબાદ, કામરેડ્ડી, કચેકુડા, મહબુબનગર, કુરનુલસીટી, દ્રોણાચલમ, યેરાગુંટલા, કડપ્પા, રેનીગેડ્ડા, તિરૂપતિ, કટપડી, જલપરી, સલેમ, નમક્કલ, કરૂર, ડીંડુગલ, મદુરૈ, મનમાડુરઈ, પરમકુડી, રામનાથપુરમ અને મંડપમ સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે. ટ્રેનમા ફર્સ્ટ એસી, એસી ટુ-ટાયર, એસી થ્રી-ટાયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ જોડાશે. ટ્રેન નં. ૦૬૩૩૭ અને ૦૬૭૩૪નુ બુકીંગ ૨૯ જાન્યુઆરીથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલી જશે.

(3:50 pm IST)