Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

શહેરમાં સૌથી વધુ ૪૬ સ્થળોએ આજે ૧૦૭૨ આરોગ્ય કર્મીઓને વેકસીન અપાઇ

મ.ન.પા.ના આરોગ્ય અધિકારી ડો. લલીત વાંજા, નાયબ આરોગ્ય ડો. મનીષ ચુનારા તથા મેડીકલ ઓફિસર ડો. વિજય ભાડુકીયા સહીતના તબીબો સ્ટાફે વેકસીન લીધી

રાજકોટ,તા. ૨૮: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત તા. ૧૬જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં કોરોના વેકસીન લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ જુદાજુદા તબક્કા પ્રમાણે વેકસીનેસન ચાલી રહ્યું છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૨૮ જાન્યુઆરી ના રોજ સવારે ૦૯ :૦૦ વાગ્યાથી શહેરમાં ૪૬ સ્થળોએ વેકસીનેસનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આજે બપોરે ૦૧: ૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧૦૭૨ લોકોને વેકસીન આપવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી લલીત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારા અને મેડીકલ ઓફિસ (ઇન્ચા. ૧૦૪ કોલ સેન્ટર) વિજય ભાડુકીયા સહીતના આરોગ્ય કર્મીઓને વેકસીન આપવામાં આવી હતી.

આજે શહેરમાં ૪૬ સ્થળોએ વેકસીનેસન આપવામાં આવે છે જેમાં (૧) સિવિલ હોસ્પિટલ બુથ – ૧, (૨) સિવિલ હોસ્પિટલ બુથ – ૨, (૩) સિવિલ હોસ્પિટલ બુથ – ૩, (૪) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૫) કેન્સર હોસ્પિટલ સાઈટ – ૧, (૬) કેન્સર હોસ્પિટલ સાઈટ – ૨, (૭) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સાઈટ – ૧, (૮) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સાઈટ – ૨, (૯) પદ્મકુંવરબા હોસ્પિટલ, (૧૦) આસ્થા હોસ્પિટલ, (૧૧) એચ.સી.જી. હોસ્પિટલ સાઈટ-૧, (૧૨) એચ.સી.જી. હોસ્પિટલ સાઈટ-૨, (૧૩) સિનર્જી હોસ્પિટલ સાઈટ-૧, (૧૪) સિનર્જી હોસ્પિટલ સાઈટ-૨, (૧૫) મવડી આરોગ્ય કેન્દ્ર, (૧૬) બી.ટી. સવાણી હોસ્પિટલ સાઈટ-૧, (૧૭) બી.ટી. સવાણી હોસ્પિટલ સાઈટ-૨, (૧૮) એચ.જે.દોશી હોસ્પિટલ સાઈટ-૧, (૧૯) એચ.જે.દોશી હોસ્પિટલ સાઈટ-૨, (૨૦) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૨૧) ગોકુલ હોસ્પિટલ – વિદ્યાનગર સાઈટ-૧, (૨૨) ગોકુલ હોસ્પિટલ – વિદ્યાનગર સાઈટ-૨, (૨૩) જલારામ હોસ્પિટલ, (૨૪) આશુતોષ હોસ્પિટલ, (૨૫) ન્યુ રદ્યુવીર આરોગ્ય કેન્દ્ર, (૨૬) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, (૨૭) કામદાર રાજય વિમા યોજના હોસ્પિટલ, (૨૮) સાનિધ્ય ચાઈલ્ડ કેર હોસ્પિટલ, (૨૯) જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ સાઈટ-૧, (૩૦) જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ સાઈટ-૨, (૩૧) ક્રાઈસ્ટ હોસ્પિટલ, (૩૨) કોમ્યુનીટી હોલ – મોરબી રોડ, (૩૩) જયનાથ હોસ્પિટલ, (૩૪) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, (૩૫) ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, (૩૬) પ્રણામી આરોગ્ય કેન્દ્ર, (૩૭) સ્ટર્લિંગ હોસ્પિટલ સાઈટ-૧, (૩૮) સ્ટર્લિંગ હોસ્પિટલ સાઈટ-૨, (૩૯) યુનીકેર હોસ્પિટલ, (૪૦) ગોકુલ હોસ્પિટલ – કુવાડવા રોડ, (૪૧) રણછોડદાસ બાપુ આશ્રમ, (૪૨) ત્રીનીતી હોસ્પિટલ, (૪૩) આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર સાઈટ-૧, (૪૪) આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર સાઈટ-૨, (૪૫) વોકહાર્ડ હોસ્પિટલ અને(૪૬) મેડીસર્જ હોસ્પિટલ વિગેરે સ્થળોએ વેકસીનેસનની કામગીરી ચાલી રહી છે.

(3:49 pm IST)