Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મહાત્મા અને ચેલો બનીને લોકોને ધૂતતા સાળો-બનેવી પાસામાં ધકેલાયા

આજીડેમ પોલીસે બજવણી કરીઃ કેશોદના અબુબકર તથા જુનાગઢના સલિમને વડોદરા-અમદાવાદ જેલમાં મોકલાયા

રાજકોટ તા. ૨૮: મહાત્મા અને ચેલાનો સ્વાંગ રચી રાહદારીને ભોળવી દુઃખ-દર્દ-નડતર દૂર કરી દેવાના બહાને તેઓના સોનાના દાગીના ઉતરાવી છનનન થઇ જતાં બે ગઠીયા કેશોના અબુબકર સુલેમાનભાઇ પડાયા (ઉ.વ.૪૭) અને તેના સાળા જુનાગઢના સલિમ મજીદભાઇ મકવાણા (ઉ.વ.૫૦)ને આજીડેમ પોલીસે પકડી લીધા હતાં. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મંજુર કરતાં ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ જાવેદહુશેન રિઝવી, હેડકોન્સ. જનકસિંહ, કોન્સ. વિક્રમભાઇ, સ્મીતભાઇ વૈશ્નાણી, પીસીબીના પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ અને રાહુલગીરીએ વોરન્ટ બજવણી કરી છે.

(3:46 pm IST)