Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લોન પર છોડાવેલા આઇસરના હપ્તા ચડી જતા ટેન્શનમાં રમેશે રેસકોર્ષમાં ઝેરી દવા પી લીધી

અન્ય બે જુદા જુદા બનાવમાં બીમારીના લીધે ગૌરવ લઢેર અને પારૂલ વેકરીયાએ વીશપાન કરતા સારવારમાં

રાજકોટ, તા. ર૮ :  માર્કેટીંગ યાર્ડ નજીક આર.ટી.ઓ. પાછળ શિવનગરમાં રહેતા યુવાને રેસકોર્ષમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ. ઓફીસની પાછળ શિવનગરમાં રહેતા રમેશ સામતભાઇ મકવાણા (ઉ.વ.૩૦) એ બપોરે રેસકોર્ષના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આઇસરના હપ્તા ચડી જતા તેના ટેન્શનના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જયારે બીજા બનાવમાં જામનગર રોડ પર વાલ્મીકી વાડીમાં રહેતા ગૌરવભાઇ ગોવિંદભાઇ લઢેર (ઉ.વ.૩૭) એ પોતાના ઘરે ઝેરી દવા પી લતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેણે બીમારીના કારણે પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે.

આ બંને બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર તથા રાયટર માયાબેને તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય બનાવમાં ન્યુ કેદારનાથ સોસાયટી શેરી નં.રમાં  રહેતા પારૂલબેન જેન્તી વેકરીયા (ઉ.વ.૩૮) એ ડાયાબીટીશની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

(3:19 pm IST)