Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

શ્રી મારૂતિ કુરીયર દ્વારા ગ્રીન એનર્જી સપ્લાય ચેઇન શરૃઃ હિરો ઇલેકટ્રીક સાથે હાથ મીલાવ્યા

ઇલેકટ્રીક વાહનો સાથે ઇકો-ફ્રેન્ડલી ડિલીવરી સર્વીસનો પ્રારંભઃ અમદાવાદ, નવી દિલ્હી, મુંબઇ, પુણે તથા ચેન્નાઇમાં પાયલટ પ્રોજેકટની શરૂઆત

રાજકોટઃ ભારતની ટોચની લોજિસ્ટિકસ કંપનીઓ પૈકીની એક શ્રી મારૂતિ કુરિયર સર્વિસિસે ભારતના પાંચ શહેરોમાં ઈલેકિટ્રક ટુ-વ્હીલર્સની મદદથી પર્યાવરણની જાળવણી (ઈકો-ફ્રેન્ડલી) થાય તે રીતે ડેલિવરી સર્વિસનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી કંપનીએ અમદાવાદ. નવી દિલ્હી, મુંબઈ, પૂણે તથા ચેન્નઈ એમ કુલ પાંચ શહેરોમાં આ પાયલટ પ્રોજેકટનો પ્રારંભ કર્યો છે. કંપનીએ આ માટે દેશની સૌથી મોટી ઈલેકિટ્રક ટુ-વ્હીલર કંપની હીરો ઈલેકિટ્રક સાથે હાથ મિલાવ્યા છે. આ સાથે જ શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ, કુરિયર અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ગ્રીન એનર્જી સપ્લાય ચેઈનનો નવો ચીલો ચાતરનાર દેશની સૌપ્રથમ કંપની બની છે. કંપની આગામી સમયમાં બીજા ૨૦ શહેરોમાં આ પ્રકારની સેવાનો પ્રારંભ કરવાની તથા નાણાકીય વર્ષ ૨૦૨૧માં વધુ ૫૦૦ ઈ-બાઈકસ ખરીદવાની યોજના ધરાવે છે.

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર શ્રી અજય મોકરીયા એ હતું કે અમે ભારતના પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે અને તેને અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. કુરિયર અને લોજિસ્ટિકસ ઉધ્યોગ અત્યંત પ્રાઈસ સેન્સિટિવ છે. જેમાં ઈધણનો ખર્ચ એ અમારા વ્યવસાયનું મહત્વનું પરિબળ છે. ઇ-બાઇક અપનાવવાને પગલે, અમે બળતણખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકવા ઉપરાંત. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ફાળો આપી શકીશું અને પરંપરાગત ડિલિવરી ઉપકરણોની તુલનામાં વધુ સ્પર્ધાત્મક સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બનીશું. ડિલિવરી પર્સન માટે પણ શહેરની અંદર પાર્સલ પહોંચાડવાની કામગીરી સરળ અને આરામદાયક બની રહેશે. અમને કંપની માટે આ મોડેલ વધુ સાતત્યપૂર્ણ અને ખર્ચ ઘટાડનારું જણાય છે અને આગામી સમયમાં અમે અનેક શહેરોમાં તેનો પ્રાંરભ કરવાની યોજના બનાવી રહ્યાનું જણાવેલ.

 શ્રી મારુતી કુરિયર સાથે જોડાણ અંગે હીરો ઈલેકિટ્રકના સીઈઓ શ્રી સોહિન્દર ગિલે જણાવ્યું હતું કે 'વધુને વધુ વેપારી એકમો સાથે ભાગીદારી કરીને તેમના પરપરાગત વાહનોને ઈલેકિટ્રક ટુ- વ્હીલર્સમાં રૂપાંતરિત કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અમારી બાઈકસ સાથે આ ગ્રીન કોરિડોર બનાવવા દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર્સ સાથે ભાગીદારી કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. નવી એનવાયએકસ-એચએકસ સિરીઝ ફ્લેકિસબલ. મોડ્યુલર અને વર્સેટાઈલ છે જે સમજદાર ગ્રાહકની મોટાભાગની જરૂરિયાતો સંતોષે છે. આ શ્રેણી સાથે અમે લાસ્ટ માઈલ ડિલિવરીઝ માટે દરેક ર્ચાજિંગ પર ૮૨ કિમીથી માંડીને ૨૧૦ કિમી સુધીની લાંબી માઈલેજ રેન્જ પૂરી પાડવા માટે સક્ષમ બનીશું.'

ઉલ્લેખનીય છે કે શ્રી મારુતિ કુરિયર સર્વિસીસ દેશભરમાં ૨.૬૫૦ આઉટલેટ્સ અને ચોવીસ કલાક કાર્યરત ૮૯  પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે. કંપની ૧૫,૦૦૦થી વધુ  પ્રતિબદ્ધ અને ખંતીલા કર્મચારીઓ. ફ્રેન્યાઇઝીઓ અને અન્ય સહયોગીઓનો બહોળો પરિવાર ધરાવે છે. કંપનીએ કુરિયર સર્વિસ ઉપરાંત સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવાઓમાં પણ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો છે. કંપની હવાઈ અને માર્ગ પરિવહન દ્વારા દૈનિક ધોરણે ૨.૫ લાખ કુરિયર અને કન્સાઇનમેન્ટનું હેન્ડલિંગ કરતુ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:13 pm IST)
  • દિલ્હીમાં અનુભવાયા ધરતીકંપના આંચકાઃ રિકટર સ્કેલ ઉપર ર.૮ની તીવ્રતા નોંધાઇ access_time 1:01 pm IST

  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST