Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ડો.જી.યુ. મહેતા દંપતિએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધોઃ લોકોને પણ રસી લેવા કરી અપીલ

રાજકોટઃ જાણીતા ડો. ગજેન્દ્ર યુ. મહેતા (મો.૯૮૨૫૬ ૩૯૯૮૩) અને કલ્પનાબેન મહેતાને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગર પાલીકા આરોગ્ય શાખા દ્વારા વોર્ડ વાઇઝ રસીના ડોઝ આપવામાં આવે છે. અંતર્ગત દંપતિને આવકાર આપી આરોગ્ય શાખાના કર્મચારીઓએ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ડો. ગજેન્દ્ર મહેતાએ આ તકે દરેક લોકોને અપીલ કરી કે રસી લેવામાં કોઇ જોખમ નથી અને દરેક લોકોએ જયારે જયારે વારો આવે ત્યારે કોઇપણ સંકોચ વગર રસી લેવી જોઇએ. આ તકે તેઓએ આ સમગ્ર આયોજનના સંચાલક ડો. પંકજ રાઠોડ, ડો. મનીષભાઇ ચુનારા ડો. તોરલબેન શાહ તેમજ ફાર્માસીસ્ટ નરેન્દ્રભાઇ માનસાતાનો આભાર વ્યકત કર્યો હતો.

(3:10 pm IST)