Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત

લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.જે.કુડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ૭રમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીએ ધ્વજવંદન કરી પરેડની સલામી લીધી હતી. અતિથી વિશેષ પદે ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શૈક્ષણીક-બિનશૈક્ષણીક સ્ટાફ પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષીએ પ્રાસંગીક પ્રવચન કરેલ આ તકે  શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.આ પ્રસંગે પ્રિ.તુપ્તીબહેન જોષી, પ્રિ. ગજેરા, પ્રિ.સ્મીતાબેન ઝાલા પ્રિ.પ્રિતિબેન ગણાત્રા, પ્રિ.રાજુભાઇ વ્યાસ પ્રિ. લીનાબહેન કારીયા ત્થા સ્ટાફ પરિવારે હાજરી આપી હતી.

(3:03 pm IST)
  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST