Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દિવ્યાંગ દીકરીઓ દ્વારા ધ્વજવંદન - કલા પિરસી - શહીદોને શ્રદ્ધાંજલી

રાજકોટ : શહેરના ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે ગુજરાત ફોજીંગ કંપનીના પાછળ ભારતનગર ચોકમાં આવેલ એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓ દ્વારા સંસ્થાના પરીસરમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદન કરવામાં આવેલ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રધ્વજને સલામતી રાષ્ટ્રગાન કરવામાં આવેલ. સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓએ દેશ ભકિત ગીત પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરી પોતપોતાના કૌશલ્યો રજૂ કર્યા હતા. ડો.ભીમરાવ આંબેડકર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓને સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ દિપીકાબેન કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા દરેક બાળાઓને ચોકલેટ આપીને મોઢું મીઠુ કરાવેલ. ડીરેકટર કમલેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હર્ષદ પ્રજાપતિ, હીરાબેન બારીયા, સ્વાતી પરમાર, રાધા બારીયા, સંગીતા બારીયા, રેખા બારીયા, ચંચળબેન કોળી, કોકીલાબેન કોળી, જયોતિ બારીયા, શહેનાઝબેન મુલદે તથા રાકેશ શ્રીમાળી વગેરેએ કાર્યક્રમ સફળ બનાવેલ.

સંસ્થાનું સરનામુ : એકરંગ માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનો માટેનું તાલીમ તથા આવાસી સંકુલ, ભારતનગર ચોક, ગુજરાત ફોર્જીંગ કંપની પાછળ, ૮૦ ફૂટ રોડ, અમૂલ સર્કલ પાસે રાજકોટ મો.૯૧૩૭૬ ૯૦૦૬૪.

(3:02 pm IST)