Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લ્યો બોલો..બંધ રસ્તાનો તંત્રએ 'પાટીયુ' મુકીને ઉકેલ કાઢ્યો!

ભલે તકલીફ પડે ભલે ટ્રાફિક જામ થાય...તમારે ફરજીયાત મેયર બંગલા પાસે યુ-ટર્ન લેવો જ પડશે

રાજકોટઃ રૈયા રોડ આમ્રપાલી ફાટકે બનેલા અન્ડર બ્રિજના લોકાર્પણની રાતે જ અન્ડર બ્રિજથી કિસાનપરા આવતો અને ત્યાંથી જીલ્લા પંચાયત તરફ જતો મુખ્ય રસ્તો તંત્રવાહકોએ ઓચીંતો બંધ કરી દઇ વાહનચાલકોને તકલીફ પાડી દેતી સરપ્રાઇઝ આપી હતી. મુખ્ય માર્ગ બંધ કરી દઇ વાહન ચાલકોને ડાબી બાજુ વળી મેયર બંગલો સામેથી યુ-ટર્ન લેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોઇપણ જાતની આગોતરી જાણ કર્યા વગર, વાંધા સુચનો મંગાવ્યા વગર મુખ્ય માર્ગને બ્લોક કરી દઇ વાહનચાલકોને ફરીથી ટ્રાફિકની સમસ્યામાં ધકેલી દેવાનું કામ કરનાર તંત્રવાહકોએ હવે રસ્તો ખોલી નાંખવાને બદલે એક પાટીયુ-સુચના આપતું બોર્ડ અહિ લગાવડાવી દીધું છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે-જીલ્લા પંચાયત ચોક તરફ જવા માટે મેયરશ્રીના બંગલા પાસેથ યુ-ટર્ન લઇને જવું. કદાચ તંત્રવાહકોને સમસ્યાના ઉકેલ રૂપે આવુ પાટીયુ લગાવી દેવાનું યોગ્ય લાગ્યું હશે અથવા તો કંઇપણ થાય રસ્તો હવે ખોલવો જ નથી, પછી ભલે વાહનચાલકોને તકલીફ પડે, ભલે ટ્રાફિક જામ થાય...એવું વિચારી લીધું હશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:59 pm IST)