Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

આવતા અઠવાડિયે ભાજપના મુરતિયા નક્કી થઇ જશે : સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ

રાજકોટ મ.ન.પા.ના ૧૮ વોર્ડના ઉમેદવારોના નામ સવારે ૯:૩૦ વાગ્યે નકકી થશેઃ દરેક વોર્ડ દીઠ ૪ પેનલ એટલે કે ૧૬ નામો રજુ થશે : બેઠકમાં રાજકોટ ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ,૩ ધારાસભ્યો, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ મહામંત્રી બીનાબેન આચાર્ય (પૂર્વ મેયર), પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે રાજકોટના ઉમેદવારોના નામ રજુ કરશેઃ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના સભ્યો ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરશે

રાજકોટ તા. ૨૮ : મ.ન.પા.ની સામાન્ય ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા શહેરના ૧૮ વોર્ડના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. બે દિવસ અગાઉ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ શહેરના ૭૮૦થી વધુ કાર્યકરો, કોર્પોરેટરો અને આગેવાનોએ સેન્શ આપી હતી હવે આ તમામ દાવેદારોમાંથી ૭૨ ટકોરાબંધ ઉમેદવારો પસંદ કરવા માટે આગામી તા. ૨ને સોમવારે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાનાર છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના જણાવ્યા મુજબ આગામી તા. ૨ને સોમવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળશે. જેમાં રાજ્યની ૬ મહાપાલિકાઓના ઉમેદવારો નક્કી થશે.

રાજકોટ મ.ન.પા.ના ૧૮ વોર્ડના ઉમેદવારો માટે સવારે ૯.૩૦ વાગ્યે દરક વોર્ડ દીઠ ૪ પેનલો એટલે કે ૧૬ નામો રજૂ થશે. જેમાંથી વોર્ડ દીઠ ૪ ટકોરાબંધ ઉમેદવારો પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના સભ્યો નક્કી કરશે.

આ વોર્ડબેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પ્રદેશ મહામંત્રી બિનાબેન આચાર્ય (પૂર્વ મેયર), ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, તાળાભાઇ સાગઠીયા વગેરે ધારાસભ્યો, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે રાજકોટ મ.ન.પા.ના અપેક્ષીત ઉમેદવારોના નામો રજૂ કરશે.

પ્રદેશ નિરીક્ષકો સમક્ષ જે કાર્યકરોએ દાવેદારી નોંધાવેલ તેની વોર્ડ દીઠ ટુંકી યાદી આ મુજબ છે.

વોર્ડ નં. ૧

બાબુભાઇ આહિર, દુર્ગાબા જાડેજા, અંજના મોરઝરીયા, રસીક બદ્રકીયા, કાનાભાઇ સતવારા, ભાવેશ પરમાર, જયદિપસિંહ જાડેજા

વોર્ડ નં. ૨

જયમીન ઠાકર, મનીષ રાડિયા, માધવ દવે, ધર્મેન્દ્ર મીરાણી, અતુલ પંડિત, દશરથ વાળા, પલ્લવીબેન ચૌધરી, દિપાબેન કાચા, ડો. દર્શીતાબેન શાહ, દુર્ગાબેન રાજ્યગુરૂ, દિવ્યાબેન રાવલ, યુવરાજસિંહ સરવૈયા

વોર્ડ નં. ૩

જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ચેતનાબેન સિંધી હેમુભાઇ ભરવાડ, જયશ્રીબેન પરમાર વગેરે

વોર્ડ નં. ૪

પરેશ પીપળીયા, ચંદુભાઇ ભંડેરી, ભરત લીંબાસીયા, કંકુબેન ઉધરેજીયા, દેવદાનભાઇ કુગશિયાના પત્ની તથા અજય લોખીલ વગેરે

વોર્ડ નં. ૫

અશ્વિનભાઇ મોલિયા, દિલીપભાઇ લુણાગરીયા, નિલેષ ખૂંટ, પ્રીતીબેન પનારા, કલ્પનાબેન કયાડા, રસીલાબેન સાકરીયા, અનિલ મકવાણા વગેરે

વોર્ડ નં. ૬

સંજયભાઇ ચાવડા, ગેલાભાઇ રબારી, દલસુખ જાગાણી, અનિલ મકવાણા, ઘનશ્યામભાઇ, દિનેશ રાઠોડ, પિન્ટુભાઇ, સંજય હીરાણી વગેરે

વોર્ડ નં. ૭

દેવાંગ માંકડ, કશ્યપભાઇ શુકલ, અનિલ લીંબડ, મીનાબેન પારેખ, હીરલબેન મેતા, જયેન્દ્ર મેતા, ભગવાનજીભાઇ ચાવડા ગૌતમભાઇ ચૌહાણના પત્ની, દિનેશ સોલંકીના પત્ની સહિતના ૫૦થી વધુ દાવેદારો બક્ષીપંચના ઉમેદવારોને ટીકીટ માટે માંગણી વધુ છે.

વોર્ડ નં. ૮

જાગૃતીબેન, પુષ્કરભાઇ પટેલ, વિજયાબેન, કિરણબેન માકડિયા, કુમાર શાહ, પ્રતાપભાઇ વોરા, અશ્વિન પાંભર, કાંતિભાઇ ભૂત વગેરે

વોર્ડ નં. ૯

કમલેશ મીરાણી, જાવીયાભાઇ, પ્રવિણ મારૂ, જે.ડી. જાદવ, પ્રવિણ ઓંધિયા, મનીષ પટેલ, જીતુભાઇ કાટોડિયા

વોર્ડ નં. ૧૦

અશ્વિન ભોરણિયા, બિનાબેન આચાર્ય, જ્યોત્સનાબેન ટિલાળા, પરેશ હુંબલ, હરેશભાઇ, નિરૂભા વાઘેલા સહિત દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં. ૧૧

રાજુભાઇ બોરીચા, ભારતીબેન પાડલીયા, લતાબેન ઘેટીયા, અનિલાબેન પાઘડાર, મયુરીબેન ભાલાળા, દિપ્તીબેન ગાજીપરા, રણજીત સાગઠીયા, ગીરીશ પરમાર, રાજુ અઘેરા, જયદિપ વસોયા, (ભીખાભાઇ વસોયા પરિવાર) વગેરે

વોર્ડ નં. ૧૨

પ્રદિપ ડવ, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ), યોગરાજસિંહ, જયદિપ વસોયા

વોર્ડ નં. ૧૩

સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, નિતીન રામાણી, જયશ્રીબેન પંચાસરા, જીતુભાઇ સેલારાના પત્ની, પ્રફુલા કાથરોટીયા, સંજયસિંહ વાઘેલા, નયનાબેન વગેરે

વોર્ડ નં. ૧૪

નિલેષ જલુ, જતીન બોરીચા, જીતુ કોઠારી, કિરણબેન સોરઠીયા, રાજુભાઇ પરમાર, રક્ષાબેન બોળીયા વગેરે

વોર્ડ નં. ૧૫

અરજણભાઇ હુંબલ, મહેશ અઘેરા, શામજીભાઇ ચાવડા, વિજયભાઇ, પાંચાભાઇ, વિપુલ ડાભી, રમેશભાઇ પરમાર, બાબરીયા પરિવારમાંથી કોઇપણ એક વગેરે

વોર્ડ નં. ૧૬

સિધ્ધપુરાબેન, સુરેશ વસોયા, પ્રવિણભાઇ કયાડા, ચાંદનીબેન નરેન્દ્રભાઇ ડવ, જીતુભાઇ સીસોદીયા, ભરત કુબાવત વગેરે

વોર્ડ નં. ૧૭

બટુક દુધાગરા, રવજીભાઇ મકવાણા, હસુ સોરઠીયા, વિનુ ધવા, રમેશ ધવા, જીજ્ઞેશ જોષી, કીર્તીબા રાણા વગેરે

વોર્ડ નં. ૧૮

શૈલેષ પરસાણા, રાજુભાઇ માલધારી, વિણાબેન મિસ્ત્રી, પ્રકાશબા જાડેજા વગેરેનો સમાવેશ થાય છે.

કયાં વોર્ડમાં કેટલા દાવેદાર

વોર્ડ

દાવેદાર

૪૪

૪૯

૪૧

૪૭

૩૭

૪૩

૫૩

૬૨

૪૧

૧૦

૪૩

૧૧

૩૫

૧૨

૩૭

૧૩

૪૭

૧૪

૫૮

૧૫

૩૬

૧૬

૩૮

૧૭

૩૬

૧૮

૪૦

(3:20 pm IST)