Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

આરટીઓમાં અરજદારોને ભારે હાલાકીઃ સર્વર બે દિ'થી ઠપ્પઃ તંત્રના તોબાટા

રાજકોટઃ અહીંની આરટીઓ કચેરી ખાતે સર્વર બંધ થતા અરજદારોને ધક્કા થતા ભારે હાલાકી થઈ રહી છે. ઓનલાઈન પૈસા ભરવાની બારીએથી હજી બે દિ' સર્વર બંધ રહેશે તેવા જવાબો મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર રોડ સ્થિત આરટીઓ કચેરી ખાતે ગઇકાલે સવારથી મુખ્ય સર્વર બંધ થતા મોટાભાગના કામો અટકી જતા અરજદારોને ધક્કો ખાવો પડયો હતો. આ અંગે જવાબ પણ યોગ્ય ન મળતા રોષ પણ ભભુકી ઉઠયો છે. સરકારી કચેરીઓ ઘણા વર્ષોથી કોમ્યુરાઇઝડ થઇ ગઇ હોવા છતા અવાર નવાર સર્વર ઠપ થયાની કે સ્પીડ ઓછી હોવાની ફરીયાદો ઉઠતી રહે છે. પછી તે દસ્તાવેજ કચેરી, લાઇટનું બીલ ભરવાની બારી હોય આ સમસ્યા કેડો છોડતી નથી તંત્રએ પ્રજા માટે સુવિધામાં ખામી ન રહે તે માટે કવાયત હાથ ધરવાની માંગ ઉઠી છે.

(4:55 pm IST)