Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કુવાડવા રોડ પર લગ્ન પ્રસંગનો વિશાળ ગેઇટ તૂટી પડ્યોઃ વૃધ્ધાને ઇજાઃ ત્રણ વાહનોમાં નુકસાન

રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ સામ બે પરિવારના દિકરા-દિકરીના લગ્ન પ્રસંગ માટે ઉભા કરવામાં આવેલો મસમોટો આકર્ષક વિશાળ એલઇડી ગેઇટ આજે સવારે ભારે પવનને કારણે કે અન્ય કોઇ કારણોસર ધસી પડતાં ઘર બહાર ખુરશી ઢાળીને બેઠેલા પટેલ વૃધ્ધાને ઇજા થઇ હતી. તેમજ બે કાર અને એક બાઇક સહિત ત્રણ વાહનો દબાઇ જતાં નુકસાન થયું હતું. વાંસ બંબૂમાંથી ઉભો કરવામાં આવેલો મહાકાય ગેઇટ અચાનક ધસી પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો અને રહેવાસીઓમાં દેકારો મચી ગયો હતો. જે પરિવારના દિકરા-દિકરીના લગ્ન હતાં તેઓ તાકીદે દોડી આવ્યા હતાં અને મંડપ સર્વિસના માણસોને બોલાવી તાકીદે કાટમાળ હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી.

(3:49 pm IST)