Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજપૂત ક્ષત્રિય નારી શકિતએ લડાઈના મેદાનમાં પુરવાર થતી ક્ષમતા આજે એક શૌર્યરાસના માધ્યમથી પ્રસ્તુત કરી હતી જેનો ડ્રોન નઝારો સૌ કોઈને અચંબિત કરી ગયો

રાજકોટ, તા. ૨૮ : રાજકોટના રાજવી પરીવારમાં યોજાયેલા ત્રિદિવસીય તિલકવિધિ સમારંભ દરમિયાન આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી એકત્ર થયેલી ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયોએ પરંપરાગત તલવાર કૌશલ પ્રસ્તુત કર્યુ હતું. જેની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સત્તાવાર રીતે નોંધ લેવાઇ હતી. આ માટે બંને રેકોર્ડ્સ બુકના ઉપસ્થિત અધિકારીઓએ રાજવી પરીવારને વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ એનાયત કરતા પહેલા 'જય માતાજી'નો ઘોષ કાઠિયાવાડી ભાષામાં અંગ્રેજી છાંટના ઉચ્ચારણ સાથે કર્યો ત્યારે ઉપસ્થિત રાજપૂતોએ તેને જોરદાર રીતે વધાવી લીધો હતો. રાજપૂત ક્ષત્રિયાણીઓએ ૯ મિનિટ ૪૬ સેકન્ડ સુધી જુદા જુદા શૌર્યગીતોના 'મેશ અપ' (મિશ્રણ) ઉપર પ્રસ્તુત કરેલા લડાઈ કૌશલ્યનો ડ્રોન નઝારો પણ અદ્દભૂત જણાતો હતો. કેસરીયા રંગે રંગાયેલુ ડ્રાઈવ ઈન સિનેમાનું મેદાન જાણે હલ્દીઘાટીના સમરાંગણમાં પરિવર્તિત થઈ ગયુ હતંુ. ડ્રોન તસ્વીરમાં ૯૦ ટકા ક્ષત્રિયાણીઓ અને ઉપસ્થિત ક્ષત્રિયોની તલવારો (માં ભવાની)ના ઝબકારા બપોરના સૂર્યપ્રકાશમાં પણ લડાઈનો માહોલ પ્રસ્તુત કરતા હતા. (ફોટો : સંદિપ બગથરીયા)

(3:49 pm IST)