Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મનન ચતુર્વેદી દ્વારા ૨૬ કલાકનો પેઈન્ટીંગ શોઃ ૫૧ ચિત્રો દોર્યાઃ ગણતંત્ર દિવસને સમર્પિત

રાજકોટઃ પ્રજાસતાક પર્વ અંતર્ગત જયપુરના મનન ચતુર્વેદી દ્વારા રાજકોટ શહેરમાં બાલભવન નજીક એકધારા ૨૬ કલાકનો પેઈન્ટીંગ શો યોજાયો હતો. ૨૫મીના સાંજે ૪ વાગ્યાથી ૨૬મીના સાંજે ૬ વાગ્યા સુધી પેઈન્ટીંગ કર્યુ હતું. તેઓએ ૫૧ જેટલા ચિત્રો બનાવ્યા હતા. જેમાં મોટાભાગના ચિત્રો દેશના નિર્માણના સંદેશો પ્રસરાવતા હતા. ઉલ્લેખનિય છે કે મનન ચતુર્વેદી રખડતા- ભટકતા બાળકોને ઉછેરે છે. હાલમાં તેઓની સંસ્થામાં ૧૫૮ જેટલા બાળકો નિવાસ કરે છે. આ બાળકોના લાભાર્થે તેઓ વિવિધ સ્થળોએ જઈ પેઈન્ટીંગ કરે છે અને તેનું પ્રદર્શન- વેચાણ પણ યોજે છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના યુવા પત્રકાર સુનિલ મકવાણા અને આર.સી.સી.બેન્કના સી.ઈ.ઓ શ્રી પુરૂષોત્તમભાઈ પીપરીયાએ પણ મુલાકાત લીધી હતી.

(3:48 pm IST)