Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કડવીબાઇ સ્કૂલમાં ચોથા માળેથી છાત્રા પડી ગયાની વાતે પોલીસ દોડી ગઇ

પીએસઆઇએ રૂબરૂ જઇ તપાસ કરતાં વર્ગમાં જ ચક્કર આવી ગયાનું ખુલ્યું

રાજકોટ તા. ૨૮: કડવી બાઇ સ્કૂલમાં ચોથા માળેથી એક વિદ્યાર્થીની પડી ગયાની વાતો વહેતી થતાં અને પોલીસ સુધી વાત પહોંચતા પીએસઆઇ રૂબરૂ તપાસ કરવા પહોંચ્યા હતાં. પણ છાત્રા ઉપરથી નહિ પડ્યાનું અને વર્ગખંડમાં જ ચક્કર આવી ગયાનું અને બાદમાં સ્વસ્થ થઇ ગયાનું સામે આવ્યું હતું.

એક છાત્રા ચોથા માળેથી પટકાયાનો ફોન આવતાં ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીએ પીએસઆઇ એસ.એન. જાડેજાને તપાસ કરવા જણાવતાં તેઓ મદદનીશ મેહુલભાઇ સાથે પહોંચ્યા હતાં. પરંતુ તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે છાત્રા કે જે ચોથા માળે આવેલા વર્ગમાં હતી ત્યારે અચાનક ચક્કર આવતાં વર્ગખંડમાં જ અમુક મિનીટ માટે પડી ગઇ હતી. બાદમાં તાકીદે સ્વસ્થ થઇ ગઇ હતી. બાળા સંપુર્ણ સ્વસ્થ હોવાની માહિતી તપાસનીશે ઉચ્ચ અધિકારીને આપી હતી.

(3:41 pm IST)