Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બોગસ આયુષ્યમાન કાર્ડ પ્રકરણમાં પકડાયેલ આરોપીઓની રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા.૨૮: બોગસ આયુસ્યમાન કાર્ડ કાંડમાં રીમાન્ડના ના મંજુર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની હકીકત એવી છે કે, રાજકોટમાં જે કુટુંબો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે તેવા ન હતા તેવા કુટુંબોને રૂ.૭૦૦/ લઇ આ કાર્ડ આપવાનુ કૌભાંડ ચાલતુ હોવાની ફરીયાદ પ્ર.નગર પો.સ્ટે.માં નોંધવામાં આવેલી હતી જેના આધારે પોલીસે ધડપકડો પણ કરેલી હતી.

ઉપરોકત ફરીયાદમાં સુરતના કિશોરભાઇ નગરદાર ગાંધીનું પણ નામ ખુલેલુ જેથી કિશોરભાઇ ગાંધી દ્વારા રાજકોટની કોર્ટમાંથી આગોતરા જામીન લેવામાં આવેલા હતા. ત્યારબાદ પોલીસે  કિશોરભાઇની ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં હાજર રહેવા નોટીસ આપેલી હતી.

સમગ્ર તપાસ એસ ઓ જીને સોંપવામાં આવેલ હતી અને એસઓજીપી આઇ દ્વારા કિશોરભાઇ નગરદાસ ગાંધી દ્વારા આવા કેટલા કેમ્પો કરેલ છે તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે રાજકોટના કોભાંડના દસ્તાવેજો કબ્જે કરવાના છે તથા રકમો કબ્જે કરવાની છે તેવા મતલબની રીમાન્ડ માંગવામાં આવેલ હતી.

આ સામે કિશોરભાઇ નગરદાર ગાંધી વતી એડવોકેટ ભાવિન દફતરીએ એવી રજુઆત કરેલી હતી કે કિશોરભાઇ નગરદાર ગાંધી સુરતના રહેવાસી છે અને તેઓ માત્ર આમંત્રણના આધારે રાજકોટ આવેલા હતા અને તેઓ પાસેથી કોઇ જ રકમ કે સાહીત્ય કબ્જે કરવાનુ નથી અને તેઓ આ ગુન્હા અંગે કશુ જાણતા નથી. જે દલીલો લક્ષમાં લઇ ચીફ જયુડી મેજી શ્રી એસ.વિ.મન્સુરીએ કિશોરભાઇ નગરદાર ગાંધીના રીમાન્ડના મંજુર કરેલા હતા.

આ કામમાં કિશોરભાઇ નગરદાર ગાંધી વતી પથીક દફતરી, ભાવિન દફતરી, નેહા દફતરી, નુપૂર દફતરી, દિનેશભાઇ રાવલ, મુકેશભાઇ કેસરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મેઘાવીબેન ગજજર, પિનલબેન સાગર, તથા બરોડાના જેનીશભાઇ ઝવેરી રોકાયેલ હતા.

(3:39 pm IST)