Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ચાલુ સપ્તાહમાંજ મ્યુ.કોર્પોરેશનનું બજેટઃ ર હજાર કરોડ જેટલું કદ

નવી આકર્ષક મોટી યોજનાઓ નહી અપાયઃ સરકારી સહાય આધારીત બ્રીજ વગેરે જેવા પ્રોજેકટો માટે જોગવાઇઓઃ સ્માર્ટ સીટીની યોજના-ઇલેકટ્રીક બસ વગેરે માટે જોગવાઇઓ થશેઃ કરબોજ વગરનું બજેટ અપાય તેવી શકયતાઃ બજેટને આખરી ઓપ આપતા ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશનનું નવા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નું નવુ અંદાજે ર હજાર કરોડનું કદ ધરાવતું બજેટ તથા હાલનું ૨૦૧૯-૨૦નું રિવાઇઝડ બજેટ આગામી ચાલુ સપ્તાહમાં એટલે કે તા.૩૦ અથવા ૩૧ જાન્યુઆરી સુધીમાં સ્ટેન્ડીંગ કમિટિને મ્યુ. કમિશ્નર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે. આ નવા બજેટમાં ફાટકમુકત શહેર માટે ૨૫૦ કરોડ જેટલી જોગવાઇ સહિતની નાની-મોટી યોજનાઓનો સમાવેશ થશે. ઉપરાંત ચૂંટણીનું વર્ષ હોઇ કરબોજ વગરનું હળવુ બજેટ રાખવામાં આવે તેવી શકયતાઓ છે.

 હાલ  બજેટ માટે કોર્પોેરેશનની તમામ શાખાઓ પાસેથી આવનારા વર્ષથી તેમની જરૂરિયાતો તેમજ ચાલુ નાણાકિય વર્ષનાં ચર્ચાઓના અહેવાલો મંગાવી અને હવે બજેટને આખરી ઓપ આપવા મ્યુ.કમ્શિનર ઉદિત અગ્રવાલેે કવાયત શરૂ કરી છે.જોકે ૨૬મી જાન્યુઆરીની ઉજવણીને કારણે બજેટની તૈયારીમાં થોડી અસર પડી છે પરંતુ આમ છતાં ે બજેટ તૈયાર કરીને રાજકીય પાંખને આપી દેવા અધિકારીઓ કટીબધ્ધ છે. 

નવા વર્ષના બજેટમાં સંભવત શહેરમાં ભેળવાયેલા નવા વિસ્તારો-માધાપર, મુંજકા,મોટામવા, ઘંટેશ્વર વગેરે ગામોની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાની યોજનાઓ ઉપરાંત શહેરમાં આરોગ્યલક્ષી અને ટ્રાફિક સમસ્યા દુર કરતી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતાઓ છે.

આ ઉપરાંત રાજકોટને ફાટકમુકત બનાવવા માટે અન્ડરબ્રીજ - ઓવરબ્રીજ બનાવવા ૨૫૦ કરોડની વધુની ખાસ જોગવાઇ બજેટમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત પર્યાવર શુધ્ધી ઉર્જાબચત, આજી ઉપર ફ્રન્ટ વિલપમેન્ટ, ન્યુ.રેસકોર્ષ (અટલ સરોવર), રૈયા સ્માર્ટ સીટી, નવા બગીચાઓ, નવા કોમ્યુનિટી હોલ. વગેરે જેવી નાની મોટી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાય કોઇ શકયતાઓ. કોઇ મોટી આકર્ષક યોજના સમાવેશ નહી થઇ શકે સરકારી સહાય આધારીત પ્રોજેકટો માટે જોગવાઇઓ થાય તેવી શકયતાઓ છે.આમ એકંદરે ૨૦૨૦-૨૧નુ બજેટ ચુંટણીલક્ષી અને કરબોજા વગરનુ હળવુ ફુલ રહેવાની શકયતાઓ વધારે છે.

(3:30 pm IST)