Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજકોટને 'સ્માર્ટ સીટી' અમલીકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

ISAC-૨૦૧૯ એવોર્ડ તૃતીય નેશનલ સ્માર્ટ સીટી સી.ઇ.ઓ એપેક્ષ કોન્ફેરેન્સ, વિશાખાપટનમ, આન્ધ્રપ્રદેશમાં MoHUAનાં સેક્રટરી ડુર્ગાશંકર મિશ્રાનાં હસ્તે એવોર્ડ સ્વીકારતા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નાં જનરલ મેનેજર ડો. ભાવેશ જોશી

રાજકોટ,તા.૨૮:સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્માર્ટ સીટી મિશન રાઉન્ડ – ૩ સ્માર્ટ સીટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગીરીમાં એટલે કે કેટેગીરી-૩ : સીટી એવોર્ડમાં રાજકોટ સ્માર્ટ સીટીની પસંદગી થતા એવોર્ડ એનાયત થયેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્ત્િ।ઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેકટ્સ, પ્રોજેકટ્સોથી થતી ઇમ્પાકટ ઓળખવામાં આવેલ. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેકટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેકકટસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં ૧૦૦ સ્માર્ટ સીટીઓએદ્વારા ભાગ લેવામાં આવેલ, તથા તે સ્માર્ટ સીટીઝનાં એસ.પી.વી.ઓ દ્વારા કોન્ટેસ્ટમાં સબમીશન કરવામાં આવેલ.

રાજકોટ સ્માર્ટ સીટીની સ્માર્ટ સીટી મિશન રાઉન્ડ – ૩ સ્માર્ટ સીટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગીરીમાં એટલે કે કેટેગીરી-૩ :સીટી એવોર્ડમાંપસંદગી થયેલ છે.  ISAC-૨૦૧૯ એવોર્ડ તૃતીય નેશનલ સ્માર્ટ સીટી સી.ઇ.ઓ એપેક્ષકોન્ફેરેન્સ, વિશાખાપટનમ, આન્ધ્રપ્રદેશમાં MoHUAનાં સેક્રટરીશ્રી ડુર્ગાશંકર મિશ્રા દ્વારા, ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ આપવામાં આવેલ, તેમજ આ એવોર્ડ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નાં જનરલ મેનેજર ડો. ભાવેશ જોશી દ્વારા સ્વીકારવામાં આવેલ. 

ISAC-૨૦૧૯માં કૂલ ત્રણ કેટેગીરીઓમાં એવોર્ડ આપવામાં આવેલ જેમાં કેટેગીરી-૩ :સીટી એવોર્ડૅં આ કેટેગીરીમાં જે શહેરોનું (૧) એપ્રિલ – ૨૦૧૯ સુધીમાં અમલીકરણ કરવામાં આવેલ સ્માર્ટ સીટી પ્રોજેકટસનું પર્ફોમેન્સ, (૨) સ્માર્ટ સીટી SPV ગવર્નન્સનું પર્ફોમેન્સ, (૩) દરેક સ્માર્ટ સીટીઝ દ્વારા કરવામાં આવેલ સીટીઝન આઉટરીચ ઇવન્ટસને ધ્યાને રાખી સ્માર્ટ સીટી રાઉન્ડમાં પસંદગીઅનુસાર નીચે મુજબ વર્ગીકરણ કરેલ છે. જેમાં રાજકોટનો સમાવેશ થયેલ .

(3:29 pm IST)