Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

આજે સાંજે રાજકોટમાં હસ્તકલા પ્રદર્શનમાં ખાસ ફેશન શો

જેમણે કલાકૃતિ બનાવી છે તે કારીગરો રેમ્પ વોક કરશે

રાજકોટ તા. ર૮ : રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં ઇન્ડેક્ષ્ટ સી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા હસ્તકલા પર્વ ર૦ર૦ અનેક રીતે ખાસ છે. જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી હસ્તકલાના કારીગરો આવ્યા છે. અહીં તમને માટી કામ અજરખ, બાટીક, અકીક, જરીવર્ક, બાંધણી, પટોળા, એમ્બ્રોઇડરી સહિતની હસ્તકલાઓ જોવા મળશે. સાથે જ અહિં એક અનોખો ફેશન શો આજે (તા.ર૮ જાન્યુ.)ના રોજ સાંજે ૬-૩૦ કલાકે યોજાઇ રહ્યો છે. જેમાં મોડેલની સાથે જેમણે એ કલાકૃતિ (વસ્ત્રો, પર્સ, એસેરીઝ) બનાવી છે તે કારીગરો પણ રેમ્પ વોક કરશે. આ પ્રયાસ છે.હંમેશા પડદા પાછળ રહેતા કલાકારોને લોકોની સામે લાવવાનો અને તેમને પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે.

આ ફેશન શો નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડેક્ષ્સ સી દ્વારા જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:26 pm IST)