Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એક કરોડ ૩૪ લાખનો ચેક રિટર્ન થતા સારથી કેમ ટેક પ્રા.લી.ના ડાયરેકટરો વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા ૨૮  : કુવાડવા જી.આઇ.ડી.સી.માં આવેલ સારથી કેમ ટેક પ્રા.લી. ના ડાયરેકટર જગદીશ અઘેરા તથા પારૂલબેન અઘેરાએ ફરીયાદી નિહાંત ગોકળભાઇ કોરડીયાને રકમ રૂ૧,૩૪, ૫૪,૫૭૧/- અનસીકયોર લોન પરત કરવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા નિશાંત કોરડીયાએ (૧) સારથી કેમ ટેક પ્રા.લી., (ર) જગદીશ ઠાકરશીભાઇ અઘેરા, (૩) પારૂલબેન જગદીશભાઇ અઘેરા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડી. ચી. જયુડી. મેજી. એ આરોપીઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો નિર્મળા કોન્વેન્ટ રોડ પર રહેતા ફરીયાદી નિશાંતભાઇ ગોકળભાઇ કોરડીયાએ વ્હોકાર્ટ હોસ્પીટલ સામે ૧૦૧, કલશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સારથી કેમ ટેક પ્રા.લી.ની ત્યાં રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતા આરોપીઓ જગદીશ અઘેરા તથા પારૂલ અઘેરા કે જેઓ કુવાડવા જી.આઇ.ડી.સી.માં સારથી કેમ ટેક પ્રા.લી. ની કંપની ધરાવતા હોય અને આ બંને આરોપીઓ ફરીયાદીની સગાઇ કરાવનાર નજીકના હોય તેઓને કંપનીમાં મુળીની આવશ્યકતા ઉભી થતાં ફરીયાદી તેના પરીવાર, સગા ને કંપનીમાં ૫૦% શેર હોલ્ડીંગ આપવા વચન, વાયદા આપી ફરીયાદીને ઉન્વાયઠી ડાયરેકટર તરીકે જોડી, બાદમાં પુરતું પ૦% શેર હોલ્ડીંગ ન આપી ફરીયાદી તથા તેના શેર હોલ્ડરો પાસેથી અનસીકયોર લોનો મેળવી બાદ ૫૦%નું શેર હોલ્ડીંગ કરી આપવા વચન, વાયદાઓ આપી૫૧% થી વધુ શેર હોલ્ડીંગ આરોપીઓએ રાખી પોતાની રીતે મનસ્વી નિર્ણયો લઇ ફરીયાદીને ડાયરેકટર પદેથી દુર કરી અને ફરીયાદીની આરોપીઓ પાસે રહેલ અનસીકયોર લોન રકમ રૂા ૧,૩૪,૫૪,૫૭૧/- પરત કરી આપવા માંગણી કરેલ.

તહોમતદારોએ સદર રકમનું ફરીયાદીનું કાયદેસરનું લેણું સ્વીકારી તે લેણું અદા કરવા સદર રકમનો ફરીયાદી જોગનો ચેક ઇસ્યુ કરી આપી તે ચેક પાસ થઇ જશે તેવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી, આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રીનો ભંગ કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત આચરી ગુન્હો કરતા ફરીયાદીએ આરોપીઓને માગણા નોટીસ પાઠવેલ, છતાં ફરીયાદીએ કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ તેના એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી એવી રજુઆત કરેલ છે કે, ફરીયાદની વિગતેનું ફરીયાદીનું આરોપીઓ પાસે કાયદેસરનું લેણું હોવાનું દસ્તાવેજી પુરાવા પરથી સ્પષ્ટ ફલીત થતું હોય, જેથી રેકર્ડ પરની હકીકતો, દસ્તાવેજી પુરાવો લક્ષે લઇ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહીઓ કરવા ગુજારેલ અરજ લક્ષે લઇ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ સારતી કેમ ટેક પ્રા.લી., જગદીશભાઇ અઘેરા, પારૂલ અઘેરા વિરૂધ્ધ અદાલતમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી નિશાંત કોરડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:25 pm IST)