Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

આજી જીઆઇડીસીમાં બાવાજી આધેડ ભરતગીરી ગોસ્વામીને છરીની અણીએ લૂંટી લેવાનો પ્રયાસ

સાઇકલ હંકારી રાતપાળીમાં કામે જતા'તા ત્યારે ત્રણ શખ્સોએ આંતર્યાઃ સાઇકલ મુકી ભાગીને નજીકના કારખાનામાં ઘુસી ગયા

રાજકોટ તા. ૨૮: આજી જીઆઇડીસીમાં કારખાને રાતપાળી કરવા જઇ રહેલા બાવાજી આધેડને ત્રણ શખ્સોએ લૂંટના ઇરાદે આંતરી છરીથી છરકો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી.

કોઠારીયા રીંગ રોડ પર ન્યુ ગણેશ સોસાયટી-૨૭/૧ના ખુણે રહેતાં ભરતગીરી ઝવેરગીરી ગોસ્વામી (ઉ.વ.૪૫) રાત્રીના અગિયારેક વાગ્યે ઘરેથી સાઇકલ હંકારી આજી જીઆઇડીસીમાં કારખાને કામે જઇ  રહ્યા હતાં ત્યારે આજી જીઆઇડીસી બાલાજી વેફર નજીક પહોંચતા ત્રણ અજાણ્યા શખ્સોએ માથામાં છરીથી ઇજા કરી ધોલધપાટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રામજીભાઇ પટેલે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ભરતગીરીએ સારવાર બાદ રજા લીધી હતી. તેણે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે હું રાતપાળીમાં કામે જતો હતો ત્યારે બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતાં અને મને આંતરી એક જણાએ પકડી લીધો હતો અને બીજાએ છરી કાઢી હતી. તેમજ ત્રીજાએ મારા ખિસ્સા ફંફોળવાનું ચાલુ કર્યુ હતું. મેં પ્રતિકાર કરતાં માથામાં છરી લાગી ગઇ હતી. આ શખ્સોનો લૂંટનો ઇરાદો હોવાનું મને જણાતાં હું ગમે તેમ કરી સાઇકલ મુકી દોડીને ભાગ્યો હતો અને નજીકના કારખાનામાં ઘુસી જતાં એ શખ્સો ભાગી ગયા હતાં. આ લોકો ગુજરાતી ભાષા બોલતા હતાં.

લક્ષ્મીનગરમાં હિતેન ચોૈહાણને ધોલધપાટ

લક્ષ્મીનગરમાં રહેતાં હિતેન રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦)ને રાતે અગિયારેક વાગ્યે ઘર પાસે ધાર્મિક, ભોલો સહિતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

(1:16 pm IST)