Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજકોટના ૧૭મા રાજવી તરીકે માંધાતાસિંહજી જાડેજાનો રાજયાભિષેક વિધાનનો શુભારંભ : સવારે મહાયજ્ઞ યોજાયો

રાજકોટ : રાજકોટના રાજવી પરીવારના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે જેમનો રાજયાભિષેક થઈ રહ્યો છે તેવા શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાનો રાજયાભિષેક વિધાનનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો હતો. તૈયાર કરાયેલા યજ્ઞમંડપમાં આજે સવારે ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને મહારાણી સાહેબા શ્રીમતી કાદમ્બરીદેવીજી યજ્ઞવિધિમાં બિરાજમાન નજરે પડે છે.  યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજા (રામરાજા) અને તેમના ધર્મપત્નિ યુવરાણી સાહેબા અને બહેનબાશ્રી મૃગેશાકુમારીદેવી (લક્ષ્મીરાજા) અને મૃદુલાકુમારીદેવી (રાધેરાજા) સહિતનો પરીવાર પણ સવારથી જ શાસ્ત્રોકત વિધિમાં સામેલ થયો હતો. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં આમંત્રિતોની પણ હાજરી હતી. ઉલ્લેખનીય છે કે આજે બપોરે ૨૫૦૦થી વધુ ક્ષત્રિય યુવક-યુવતિઓના યોજાઇ રહેલા તલવાર રાસની મેગા ઇવેન્ટનું સમગ્ર માર્ગદર્શન મૃદુલાકુમારીદેવી (રાધેરાજા)ના વડપણ હેઠળ ચાલી રહ્યું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:15 pm IST)