Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

દારૂના કેસમાં છ મહિનાથી ફરાર માલધારી સોસાયટીના રાહુલ અને જગદીશ પકડાયા

બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ પરથી પકડી લીધા

રાજકોટઃ દારૂના કેસમાં છ માસથી ફરાર માલધારી સોસાયટી-૩ના રાહુલ પેથાભાઇ વરૂ (ઉ.વ.૨૩) તથા માલધારીમાં શાળા નં. ૬૭ પાસે રહેતાં જગદીશ વીભાભાઇ રાતડીયા (ઉ.વ.૩૨)ને બે-ડિવીઝન પીઆઇ ઓસુરા, પીએસઆઇ ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, મિતેશભાઇ આડેસરા, રાહુલભાઇ વરૂ, જગદીશભાઇ રાતડીયા સહિતે કુવાડવા રોડ ડી-માર્ટ પાસેથી પકડી લીધા છે. આ બંને વિરૂધ્ધ છ મહિના પેહલા દારૂના કેસ નોધાયા હોઇ ફરાર હતાં.

(10:53 am IST)