Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ,4,81,000-ના મુદામાલ સાથે બે શખ્સને પકડ્યા

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર  પ્રવિણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા દ્વારા આગામી ૩૧ મી ડીસેમ્બરના તહેવારને અનુલક્ષીને ગેરકાયદેસર દારૂની હેરફેર કરતા તેમજ વેંચાણ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય જે તેઓ સાહેબની સુચના અન્વયે અમો પો. ઇન્સ. વી. કે.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ આજ રોજ તા.ર/૧૨૨૦૨૦ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના માણસો પટ્રોલીંગમાં હતા જે દરમ્યાન એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે. જાડેજા, પો. હેડ કોન્સ. મહીપાલસિંહ ડી. ઝાલા, પો. કોન્સ. ચેતનસિંહ આર. ગોહિલ નાઓને મળેલ સયુંકત હકિકત આધારે ખોખડદડ ગામ મેઇન રોડ ઉપર થી નીચે મુજબનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

(૧) નઇમ દીલાવરભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ રહે.જંગલેશ્વર શેરી નં-૧૩ હુશેની ચોક રાજકોટ (૨) એકરમ સલીમભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ રહે.જંગલેશ્વર શેરી નં-૧૩ હુશેની ચોક રાજકોટને પકડી લીધા છે જ્યારે  (૩) રફીક ઉર્ફે દાદીયો અનવરભાઇ મોદી રહે.જંગલેશ્વર રાજકોટ વાળાનું નામ ખુલ્યું છે.

 કજે કરેલ મુદામાલ

(૧) ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૦૪ કિ.રૂ.૪,૮૧,૬૦૦/ (૨) ટાટા ACE માલવાહક વાહન નંબર જીજે ૦૩ એ.એકસ ૧૩૩૪ કિ.રૂા.૧,૦૦,૦૦૦/ આમ કુલ કિ.રૂા.૫,૮૧,૬૦૦/- નો મુદામાલ કજે કરવામાં આવેલ છે.

આરોપીઓની એમ.ઓ. ગન્હો કરવાની ઢબ)

આ કામના આરોપીઓ પુઠાના મોટા બોક્ષ અંદર થરમોકોલના બોક્ષમાં ઇંગ્લીશ દારૂની બોક્ષ રાખી હેરાફેરી કરતા હતા.

કામગીરી કરનાર ટીમ:

પો.ઇન્સ. વી.કે.ગઢવી એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે. જાડેજા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ ડી.ઝાલા, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ એ.જાડેજા, પો.કોન્સ. ચેતનસિંહ આર ગોહિલ.

(9:05 pm IST)