Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કોર્પોરેશન તથા જીલ્લાની નગર પાલીકાઓ દ્વારા કર્મચારીઓ માટે ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ રાષ્‍ટ્રીય શહેરી આજીવીકા મિશન યોજનાની કામગીરી સાથે સંકળાયેલા રાજકોટ મહાનગર પાલીકા તથા રાજકોટ જીલ્લાની નગર પાલીકાઓના કર્મચારીઓ માટે એક મોટીવેશનલ ટ્રેનીંગ પ્રાદેશીક લોક વિજ્ઞાન કેન્‍દ્ર રાજકોટ ખાતે કલાક દરમ્‍યાન યોજવામાં આવેલ હતો. આ ટ્રેનીંગ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌને રાજકોટ મહાનગર પાલીકાના આસી. કમિશ્નર એચ.આર.પટેલે આવકાર્યા હતા. આ તકે શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ કમીટીના ચેરમેન જાગૃતીબેન ઘાડીયાએ ભાલોડીયા વિમેન્‍સ કોલેજના પ્રાધ્‍યાપક શ્રી રોહીણીબા જાડેજા, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન ગાંધીનગર ખાતેથી ઉપસ્‍થિત સ્‍ટેટ મેનેજર ઇએસટીપી મિશાલ પટેલ, સ્‍ટેટ મેનેજર એમઆઇએસ અલ્‍પેશ શાહ, જાનવી રિસોર્સ ઓર્ગેનાઇઝેશનના મનોજભાઇ  કરેલ હતો. નાયબ મુખ્‍ય કમિશનર સી.કે.નંદાણી, શાળા નં.૯૩ ના આચાર્ય વનીતાબેન રાઠોડ સહિતનાએ વિવિધ વિષયે માર્ગદર્શન આપ્‍યું હતુ. આ ટ્રેનીંગ કાર્યક્રમમા રાજકોટ મહાનગરપાલિકાના સીનીયર સમાજ સંગઠક એન.યુ.એલ.એમ. મેનેજર એન.યુ.એલ.એમ. સમાજ સંગઠકઓ તથા રાજકોટ જીલ્લાની નગરપાલિકા ભાયાવદર, ધોરાજી, ગોંડલ, જસદણ જેતપુર તથા ઉપલેટાના એન.યુ.એલ.એમ. મેનેજરઓ તથા કોમ્‍યુનિટી ઓર્ગેનાઇઝરઓએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડેપ્‍યુટી કમિશનર સી.કે. નંદાણીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ શાખાના આસી.મેનેજર એન.એમ.આરદેશણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(4:16 pm IST)