Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વોર્ડ નં.૧૦માં આતશબાજી-મીઠાઇ વિતરણ

રાજયના મુખ્‍યમંત્રી તરીકે શ્રી વિજયભાઇ રૂપાણીએ શપથ લીધા તે ઐતિહાસિક ઘડીને વધાવતા શહેર ભાજપ વોર્ડ નં.૧૦ દ્વારા આતશબાજી તેમજ પરસ્‍પર મોં મીઠા કરાવી ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. આ તકે વોર્ડના વોર્ડના પ્રભારી માધવ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશ તન્‍ના, હરેશ કાનાણી, કોર્પોરેટરો અશ્વીન ભોરણીયા, બીનાબેન આચાર્ય, જયોત્‍સનાબેન ટીલાળા તેમજ નીરૂભા વાઘેલા, જયસુખ બારોટ, મયુરીબેન ભાલાળા, હંસાબેન કામલીયા, હેમાંગ માકડીયા, રત્‍નદીપસિંહ જાડેજા, કીશોર સોજીત્રા, કૌશીક ધોળકીયા, મહેન્‍દ્રસિંહ ચુડાસમા, કાનાભાઇ ચૌહાણ સહીતના ભાજપ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:15 pm IST)