Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શહેરમાં શરદી -ઉધરસ- ઝાડા-ઉલ્‍ટીના ૪૦૦ કેસ

રાજકોટ, તા.૨૭ : શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગમાં ૧૫  જેટલા દર્દીઓ ઉપરાંત અન્‍ય રોગના ૪૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

આરોગ્‍ય અધિકારીએ જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડીયાઓમાં શરદી-ઉધરસ-તાવના ૨૫૧, ઝાડા ઉલ્‍ટીના ૧૩૭,  ડેંગ્‍યુંના ૩, મેલેરીયાના ૨, મરડાના ૮અને ટાઇફોઇડ-કમળાનાં ૩ , અન્‍ય તાવનાં ૧૮ દર્દીઓ સહીત ૪૦૦ થી વધુ કેસો નોંધાયા છે.

દરમિયાન આરોગ્‍ય વિભાગે રોગચાળો અટકાવવા અઠવાડીયાના કુલ ૧૨૭ કીલો વાસી ખોરાકનો નાશ કર્યો, ૨૬૩૨મકાનોમાં ફોગીંગ કરવામાં આવ્‍યુ છે.

ઉપરોકત તમામ કામગીરી મ્‍યુનિસીપલ કમીશનર બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇન્‍ચાર્જ આરોગ્‍ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્‍ય અધિકારી વેસ્‍ટ ઝોન ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી સેન્‍ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, સીનીયર ફુડ ઇન્‍સ્‍પેકટર અમિત પંચાલ, બાયોલોજીસ્‍ટ શ્રી વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્‍સ્‍પેકટરોશ્રીઓ ભરતભાઇ વ્‍યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્‍સ્‍પેકટરો ચંદ્રકાંત ડી. વાઘેલા, હિમાંશુ જી. મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર. પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.

(4:10 pm IST)