Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કુવાડવા જીઆઇડીસી પાસે એસ.ટી. બસ અને ટ્રક અથડાતાં ૭ને ઇજા

રાજકોટ તા.૨૭: કુવાડવા જીઆઇડીસી નજીક એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સાતેક મુસાફરોને ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તો પૈકીના નાના મવા રોડ સૂર્યનગરમાં રહેતાં અને જોરાવરનગરના ખાદી ભંડારમાં નોકરી કરતાં મુળજીભાઇ ખીમજીભાઇ વાઢેર (ઉ.૫૫) તથા જોડીયા બંદરના ઝરીનાબેન મિશબાહ નાગાણી (ઉ.૪૫)ને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અન્ય ઇજાગ્રસ્તોએ પ્રાથમિક સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(3:58 pm IST)