Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માત્ર હક્ક પ્રત્યે નહિ, ફરજ પ્રત્યે પણ જાગૃત બનોઃ વિદિતાત્માનંદજી

વેદાંત વિચાર વર્તુળ દ્વારા રાજકોટમાં પ્રવચનોઃ પૂ. સ્વામીજી 'અકિલા'ના આંગણે : નરેન્દ્રભાઇ મોદીમાં વિશિષ્ટ ઉર્જા છે, ભારતનું ભાવિ ઉજ્જવળ છે, રાહુલ ગાંધીએ રચનાત્મક બનવું જરૂરી * ઇશ્વરે લોકોને ખૂબ આપ્યું છે, લોકોએ જવાબદારી ઉઠાવવી જોઇએ * મન શુધ્ધ થાય તો : આત્માનો અવાજ સંભળાય : લોકો પોતાના અધિકાર પ્રત્યે જાગૃત બની રહયા છે એ સારી બાબત છે, સાથે ફરજ પ્રત્યેની જાગૃતિ પણ અનિવાર્ય છે.

પૂ. વિદિતાત્માનંદજી સાથે પૂ.નિત્યનિષ્ઠાનંદજી, પૂ. ગુરૂપ્રિયાનંદજી, ઋષિભાઇ, પૌરવીબેન, પ્રવિણભાઇ ચૌહાણ, સંજય શર્મા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

આ શબ્દો પૂ. વિદિતાત્માનંદજીના છે. રાજકોટમાં વેદાંત વિચાર વર્તુળ દ્વારા પૂ. સ્વામીજીના પ્રવચનોનું આયોજન થયું છે. સ્વામીજી આજે 'અકિલા' ના આંગણે પધાર્યા હતાં. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, અધિકાર સાથે જવાબદારીનું ભાન થઇ જાય તો રાષ્ટ્રનું કલ્યાણ ઝડપથી થાય.

પૂ. સ્વામીજીએ કહયું હતું કે, વર્તમાન શાસક નરેન્દ્રભાઇ મોદીમાં વિશિષ્ટ ઉર્જા સક્રિય છે, જે ઉજ્જવળ ભાવિ તરફ લઇ જશે. લોકોએ અધિકાર પ્રત્યે જાગૃતિ દાખવવી જ જોઇએ, સાથે પોતાની ફરજો પણ અદા કરવી જોઇએ. રાહુલ ગાંધી અંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે, માત્ર દુર રહીને ટીકા કરવાથી દેશને લાભ નથી રાહુલ ગાંધીએ રચનાત્મક કાર્યો પણ કરવા પડશે.

સ્વામીજીએ જણાવ્યું હતું કે ભારતમાં આધ્યાત્મિક ઉર્જા ખૂબ છ.ે જે પણ દેશને  સહભાગી બને છે સ્વામીજીએ મંત્રોમાં રહેલા ધ્વની વિજ્ઞાનની ઉંડાણથી સમજ આપીને અંતરાત્માના આવાજની પણ વાત કરી હતી તેઓએ જણાવેલું કે મનનુ શુધ્ધિકરણ થાય તો અંતરાત્માનો દિવ્યનાદ સાંભળી શકાય.

લોકોને ઇશ્વરને ખૂબ આપ્યંુ છે આ બધું માંગ્યા વગર મળ્યું છે ઇશ્વર-પ્રકૃતિ પ્રત્યે કૃતરીતાના ભાવ સાથે જે પ્રાપ્ત થયું છે તેની કદર કરવી જરૂરી છે.

રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના ખંડમાં વેદાંત વર્તુળ દ્વારા યોજાયેલ અધ્યાત્મ જ્ઞાનયજ્ઞમાં સાંજે પૂ.સ્વામી વિદિતાત્માનંદજી દ્વારા ગીતા પર અપાયેલ પ્રવચનનો ટુંકસાર નીચે મુજબ છ.ે

પૂ. સ્વામીજીએ શાંતિ પાઠ બાદ પ્રવચનની શરૂઆત કરી હતી.

ભગવાને ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કરી અમૃતરૂપે ગીતામૃત આપ્યું છે  સંસારના તાપથી બધા દાઝી રહેલ છે સંતૃપ્ત છે. તેમાંથી મુક થવા ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ રાખી સંપૂર્ણ શરણાગતિ લેવી ખુબજ જરૂરી છે ભગવાન જે કરશે કરાવશે તે મારા હિતમાં છે. હશે. ભગવાન જ મારા રથનું સંચાલન કરે છે એવો દઢ ભાવ રાખવો જરૂરી છે તેમના ઉપદેશ મુજબ જ વર્તન કરવું ખૂબ જ મદદરૂપ થાય છ.ે

ઇચ્છાજ બધાનું કારણ છે .કોઇને પરતંત્રતા, પરવશતા, અસ્પૃશ્યતા ગમતી નથી. તેમાંથી મુકત થવાની ઇચ્છા એ જ વિકાસની છે. છેવટ તો સૌને મોક્ષની જ ઇચ્છા   છે.  જે કમ મેળવવો  એ ગીતા બતાવે છ.ે

આગામી તા. ૧ સુધી રાષ્ટ્રીય શાળામાં સવારે ૭ થી૮ અને સાંજે ૬-૩૦ થી ૮ વાગ્યા દરમિયાન સ્વામીજીના પ્રવચનો આયોજિત થયા છે.

(6:50 pm IST)