Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટાગોર રોડ પર કારમાં આગ ભભૂકી

રાજકોટઃ ટાગોર રોડ પર સવારે એક કારમાં આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પાર્ક કરાયેલી એક કારમાંથી અચાનક ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા બાદ ભડકો થયો હતો. જો કે કોઇ જાનહાની થઇ નહોતી. કારમાં નુકસાન થયું હતું. આ અંગે પોલીસ કે ફાયર બ્રિગેડમાં કોઇ નોંધ થઇ નથી.

(3:51 pm IST)