Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ખોટો પુરાવો ઉભો કરી છેતરપીંડી કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

ઇલેકટ્રીક શોટના બનાવને અકસ્માતમાં ખપાવી દેવા અંગે

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી આર. એમ. ડામોર દ્વારા આરોપીઓ (૧) રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ કટારીયા, (ર) બચુભાઇ ઉર્ફે બાબુભાઇ લક્ષ્મણભાઇ કટારીયા (૩) લાલજીભાઇ બચુભાઇ કટારીયા વિરૂધ્ધ અકસ્માત વળતર મેળવવા માટે ઇલેકટ્રીમ સોટ લાગેલ જે બનાવને મોટર અકસ્માતમાં ખપાવી ખોટો પુરાવો ઉભો કરી છેતરપીંડી કરવાના ગુન્હા અંગેની ફરીયાદ નોંધાવેલ જે કામમાં રાજકોટના ચીફ જયુડી. મેજી. દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંકમાંં હકિકત એવી છે કે આ કામના આરોપીઓ રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ કટારીયા વિગેરે એ પોલીસ સ્ટેશનમાં એવી લખાવેલ કે મરણ જનાર દેવશીભાઇ તથા બચુભાઇ બંને જણા મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે તે મોટર સાયકલ સ્લીપ થઇ જતાં પાછળ બેઠેલા દેવશીભાઇ ને ઇજાઓ થતા મરણ ગયેલ છે પરંતુ હકિકતમાં મરણ જનાર ઇલેકટ્રીક થાંભલા પરથી પડી જતા ગુજરી ગયેલ છે તેથી આરોપીઓએ ખોટી ફરીયાદ જાહેર કરી વિમા કંપની પાસેથી આર્થીક લાભ લેવાના ઇરાદે ખોટો અકસ્માતનો બનાવ બતાવી એકબીજાને મદદગારી કર્યા અંગેની ફરીયાદ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવેલહતી. સદરહું ફરીયાદના અનુસંધાને આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા આરોપીઓની ધરપકડ કરી સદરહું કામમાં અદાલત સમક્ષ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કામમાં તમામ સાહેદોની જુબાની તથા રજૂ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ, બંને પક્ષોની દલીલો તથા કાયદાકીય આધારોને ધ્યાને લઇ રાજકોટ શહેરના ચીફ. જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એચ. એ. બ્રહ્મભટ્ટ દ્વારા તહોમતદારોને સદરહું ગુન્હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામે આરોપી વતી એડવોકેટ દરજજે રાજકોટના શ્રી લલીતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષિણી, યોગેશ બારોટ,  તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલ હતાં.

(3:40 pm IST)