Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ચેક રિટર્નના બે કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને દંડના હુકમને બહાલ રાખતી સેસન્સ કોર્ટ

આરોપીને ૧૦ દિવસની અંદર ટ્રાયલ કોર્ટમાં સરન્ડર થવા સાદેશ

રાજકોટ તા.૨૭: સેસન્સ જજશ્રી એચ.બી.ત્રીવેદીએ ચેક રીર્ટનના બે કેસોમાં રાજકોટના રહીસ વીશાલ ચંદુભાઇ ઉમરાણીયાની બે વર્ષની સજા તથા ચેકની રકમ જેટલા દંડના હુકમને યથાવત રાખી આરોપીને દિન ૧૦માં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરન્ડર થવાનો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે રાજકોટના રહીસ એન.આર.આઇ.સીટીઝન અજયભાઇ જાની કે જેઓ મસ્તક ખાતે પોતાનુ કામ ધંધો ધરાવે છે તેઓ એ વર્ષ ૨૦૧૩માં વીશાલ ફેબ્રીકેશન વર્કસના નામે વેલ્ડીંગનું કામકાજ કરતા અને રાજકોટ શહેરના ગુંદાવાળી વીસ્તારના રહીસ પીતા પુત્ર વીશાલ ચુંદભાઇ ઉમરાણીયા અને ચંદુભાઇ ઉમરાણીયાને રૂ.૧૫,૬૦૦૦૦ (પંદર લાખ સાઇઠ હજાર પુરા) ધંધાના વીકાસ અર્થે સંબંધના દાવે કોઇપણ જાતના વ્યાજ વીના હાથ ઉછીના આપેલ હતા.

આ રકમની ચુકવણી પેટે પુત્ર વીશાલભાઇ ચંદુભાઇ ઉમરાણીયાએ ફરીયાદીને રૂ.૮૦૦૦૦૦ (અંકે રૂપિયા આઠ લાખ) તેમજ રૂ.૭૬૦૦૦૦ (અંકે રૂપિયા સાત લાખ સાંઇઠ હજાર)ના એમ કુલ બે ચેકો આપેલ હતા જે ચેક બેન્કમાં ફરીયાદી દ્વારા ડીપોઝીટ કરાવવામાં આવતા 'ફંડ ઇનસફીશીયન્ટ'ના શેરા સાથે વગર ચુકવણે પરત ફરેલ હતા. જેથી ફરીયાદી એ પોતાના વકીલ શ્રી સંજય એચ. પંડિત મારફત કોર્ટમાં આરોપી વીશાલભાઇ ઉમરાણીયા વીરૂધ્ધ નેગોશીએબલ ઇન્સટ્ટમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ બંને ચેક ની બે અલગ અલગ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ ચાલી જતા બચાવપક્ષે આરોપીને નીર્દોષ છોડી મુકવા અંગેના સમર્થનમા આશરે ૨૫ જેટલા વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખેલ હતા જયારે ફરીયાદ પક્ષ દ્વારા ૩ જેટલા ચુકાદાઓ રજુ રાખેલ હતા અને આરોપીને મહત્તમ સજા કરવા અને દંડ ફટકારવા દલીલો કરવામાં આવેલ હતી જે કોર્ટે ગ્રાહય રાખેલ અને. એડી.ચીફ.જયુડી. મેજી.શ્રી બી.એચ.ઘાસુરા આરોપી (પુત્ર) વીશાલ ઉમરાણીયાને બંને ચેકમા અલગ અલગ બે-બે વર્ષની સજા ફટકારેલ અને બંને ચેકની રકમ જેટલો દંડ એટલે કે રૂ.૧૫૬૦૦૦૦ (પંદર લાખ સાંઇઠ હજાર) દંડ ફટકારેલ જો આરોપી દંડ નભરેતો ૬ માસની વધુ સજા તેમજ આ ચુકાદાની મહત્તવની અને દાખલારૂપ કહીશકાય તેવી બાબતએ રહીકે આરોપીએ અપીલ જામીન ઉપર મુકત થવા માટે કોર્ટે ફટકારેલ દંડની રકમના ૧૦ ટકા દંડની રકમ આરોપી કોર્ટમા જમા કરાવેતોજ અપીલ જામીન ઉપર મુકત કરવાની શરત લાદેલ હતી.

ઉપરોકત હુકમથી નારાજ થઇ આરોપીએ સેસન્સ કોર્ટમાં અપીલો દાખલ કરેલ હતી જે અપીલોની સુનવણી પુર્ણ થતા ફરીયાદ પક્ષની દલીલો અને રજુ રાખેલ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી એચ.બી.ત્રીવેદીએ ટ્રાયલ કોર્ટનો સજા તથા દંડનો હુકમ યથાવત રાખતો હુકમ ફરમાવેલ હતો અને આરોપીને ૧૦ દિવસની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરન્ડર થવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી  ધારાશાસ્ત્રી સંજય એચ. પંડિત રોકાયેલ હતા.

(3:39 pm IST)