Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વિજયભાઇના શપથ સમારોહમાં ઉપસ્થિત સૌનો આભાર : મીરાણી-માંકડ -કોઠારી-રાઠોડ

ફરી મુખ્યમંત્રી પદે આરૂઢ વિજયભાઇના સત્કારની તૈયારી અર્થે સાંજે ભાજપ કાર્યાલયે અપેક્ષિત શ્રેણીના કાર્યકરોની મીટીંગ

રાજકોટ, તા. ર૭ :  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગુજરાતમાં છઠ્ઠીવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર બની છે. સતત બીજી વાર રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીએ શપથ ગ્રહણ કર્યા ત્યારે શહેરભરમાંથી ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો તેમજ વિવ્ધિ સંસ્થાના અગ્રણીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.

કડકડતી ઠંડીમાં શુભેચ્છા આપવા પહોંચેલ તમામ કાર્યકર્તાઓ નગરજનોનો જાહેર આભાર વ્યકત કરાયો છે.

વધુમાં જણાવ્યું કે વિજયભાઇ રૂપણી રાજયના મુખ્યમંત્રી બન્યા બાદ સૌપ્રથમ વખત રાજકોટ ખાતે આગામી દિવસોમાં પધારી રહ્યા છે ત્યારે શહેર ભાજપ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન થાય તે અંતર્ગત આજે સાંજે ૭ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે એક બેઠક રાખેલ છે. જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહી આ બેઠકમાં માર્ગદર્શન આપશે.

(3:39 pm IST)