Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જીએજા માનવ સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા મહાશીવરાત્રીથી ૧૦૦ દિવસનો અનોખો સેવાયજ્ઞ

વિવિધ શહેરોમાં ફરી બીનવારસુની જેમ રખડતા ભટકતા લોકોને સ્નાન કરાવી સ્વચ્છ કરશે

રાજકોટ તા.૨૭: જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એજ પ્રભુસેવાના સંદર્ભે તા.૧૩ ફેબ્રુઆરીના રોજથી શરૂ કરિ સતત ૧૦૦ દિવસ સુધીનું એક મહા અભિયાન શરૂ કરવામાં આવશે. આ અબિયાન ગીર સોમનાથ મહાદેવ દાદાના મંદિરથી લઇને મુંબઇ મંબાદેવી માતાજીના મંદિરે સુધી ૧૦૦ દિવસ બાદ પૂર્ણ થશે, અને રસ્તા, ફુટપાથ, મંદિર કે.અન્ય સ્થળે વાળ-દાઢી, નખ કાપવા, નવડાવવા, નવા કપડા પહેરાવવા, તેઓની જગ્યા સાફ કરવી શરિર પર કોઇ પણ જગ્યાએ ઘાવ વાગ્યા હોય તો સારવાર કરવી અને હોસ્પિટલ પહોચાડવા જેવી કામગિરી હાથ ધરવામાં આવશે.

આ કાર્યનું આયોજન જીયેજા ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ છે તથા રસ્તામાં આવતી અન્ય સંસ્થાઓની મદદ લેવામાં આવશે તથા અન્ય સેવાભાવી લોકોનો સહયોગ યાત્રા દરમિયાન લેવામાં આવશે ગીર સોમનાથ, વેરાવળ કેશોદ, જુનાગઢ, જેતપુર, વિરપુર, ગોંડલ, શાપર (વેરાવળ), રાજકોટ,ચોટીલા,સાયલા,લિંબડી, ધોળકા, ખેડા,નડિયાદ, આણંદ, વડોદરા, કરજણ, ભરૂચ, અંકલેશ્વર,કામરેજ, સુરત,નવસારી બિલી મોરા, વલસાડ, વાપી, તલસારી,મનોર,વાસી,મંુબઇ મંબાદેવી પૂર્ણ થશે.

અભિયાન દરમિયાન સંસ્થાની જરૂરિયાતઃ એમ્બ્લુલન્સ, કપડા,ફર્સ્ટએડ કિટ, દવા,સાબુ, સેમ્પૂ, ટુવાલ વગેરે (નવડાવવા માટે), મેડિકલ ખર્ચ, પેટ્રોલ, ડિઝલ, ખર્ચ વિગેરે...

આ યોજનમાં પ્રવિણ ચુડાસમા-૯૫૧૦૮ ૦૨૩૪૫, અનિલ ગોહેલ-૯૯૭૯૬ ૪૬૭૯૬, નયન હિંગુ-૭૨૨૬૮ ૨૩૩૪૪, કૃણાલ રજાઇ-૭૬૨૩૯ ૧૯૯૧૯, પ્રસાંત ચાવડા-૭૪૦૫૫ ૫૨૦૦૬, અવિનાશ પ્રસાદ-૮૭૭૯૩ ૩૧૬૪૩, હર્ષિદ પટેલ-૯૮૯૮૯ ૯૯૧૬૨, અજય સોલંકી-૭૦૪૬૦ ૧૯૪૩૮, વજેસિંહ સોલંકી-૮૮૪૯૪ ૬૬૧૩૯, સતીષ ગોહેલ-૯૪૨૭૨ ૬૯૮૬૦, પ્રવિણ હિંગુ-૯૪૨૬૯ ૩૨૨૫૧, નિલેષ અધેરા-૯૯૯૮૫ ૨૨૩૪૭, હિરેન હિંગુ-૭૪૦૫૫ ૫૩૫૮૪, નિલેષ વેગડા-૯૩૭૭૪ ૩૨૧૯૦, વિપુલ વેગડા-૯૭૨૨૧ ૨૧૨૧૧,  હિરેન વ્યાસ-૯૮૭૯૧ ૮૯૦૨૯ જોડાયા છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(3:39 pm IST)