Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પીજીવીસીએલ સીટી ડીવીઝન-૩ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

રાજકોટ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ સીટી ડીવીઝન-૩ ના તમામ કર્મચારી દ્વારા તાજતેરમાં ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જામનગર રોડ પર રેલ્વે લોકો કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલ આ ત્રણ દિવસીય  ટુર્ના.માં પીજીવીસીએલની ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. આયોજનમાં રાજકોટ સીટી ડીવીઝન - ટુર્ના.ના કન્વીનર રણજીતભાઇ દોમડીયા, ટીમ કેપ્ટન કિશોરસિંહ જેઠવા, આર. બી. પટેલ, રાજુ કીકાણી, જગદીશ કાછડીયા, કિરીટ મકવાણા, અરવિંદ પરમાર, દિનેશ પરમાર, મહેબુબભાઇ મકવાણા, જયદીપ, મેઘાભાઇ, બેડીનાકા ઉર્જા કલબના મેમ્બર જયેશ વાજા, પીનાકીન વ્યાસ, મોઇઝ નગરીયા, યોગેશ કલોલા, હિતેશ ઝાલા, વિમલ જોષી, રીતેશ બાટી, મુકેશ મોરધરા, વિમલ ત્રિવેદી વગેરેએ સેવા આપી હતી. ઓપનીંગ સેરેમનીનો આરંભ એમ.બી. જાડેજા એકજીકયુટીવ ડાયરેકટર નિવૃત્ત પીજીવીસીએલના હસ્તે બેટીંગ કરાવીને થયો હતો. આ સમયે પહેલા મેચના ખેડલાડીઓને રણજીતભાઇ દાસોટીયા ટુનાર્મેન્ટ કન્વીનરે ટોસ કરી વિધિવત શરૂઆત કરેલ. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સીટી ડીવીઝન - ૩ ના કર્મચારીઓ તેમજ બેડીનાકા ઉર્જા કલબના સભ્યો અને સીટી સર્કલના તમામ ખેલાડીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)